Get The App

પાંચમાંથી એક મહિલાને હાડકા અને સાંધાનો દુઃખાવો સંધિવા જેવો, જાણો આવા કેસ કેમ વધ્યાં?

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
પાંચમાંથી એક મહિલાને હાડકા અને સાંધાનો દુઃખાવો સંધિવા જેવો, જાણો આવા કેસ કેમ વધ્યાં? 1 - image

Arthritis Cases Surge: આર્થરાઇટિસ (સંધિવા)ની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓને આ સમસ્યાનો સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલ પાંચમાંથી એક મહિલાને હાડકા-સાંધાનો દુઃખાવો સંધિવા પ્રકૃતિનો હોય છે તેવું સામે આવ્યું છે. 

શહેર કરતાં ગ્રામ્યમાં આર્થરાઇટિસના કેસ વધુ 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કોમ્યુનિટી ઓરિએન્ટેડ પ્રોગ્રામ ફોર કન્ટ્રોલ ઓફ રૂમેટિક ડિસિઝ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા અભ્યાસ અનુસાર ભારતમાં સંધિવાથી પીડિત લોકોમાં 65 ટકા મહિલાઓ છે. આ સર્વેમાં 60 ટકા ગ્રામીણ વિસ્તારમાં કરાયો હતો. આ અગાઉ કરવામાં આવેલાં એક સર્વેમાં રૂમેટિક આર્થરાઇટિસના 42 લાખ કેસ મળી આવ્યા હતા. જેમાં 35.1 લાખ મહિલાઓ અને 11.7 લાખ યુવાન, પ્રજનન વયની મહિલાઓ સામેલ છે. જે આ વિકારોનો વ્યાપક સામાજિક અને આતર્થક પ્રભાવ દર્શાવે છે. 5.4 કરોડ ભારતીયો આસ્ટિયોઆર્થ્રાઇટિસથી પીડાઈ છે, જે સામાન્ય રીતે ઘૂંટણ અને કરોડરજ્જુને અસર કરે છે. 

આસ્ટિયોઆર્થ્રાઇટિસ અને કમરના નીચેના ભાગમાં દુ:ખાવો અપંગતાના સૌથી સામાન્ય કારણો છે. 1.72 કરોડથી વધુ લોકો વ્યાવસાયિક તણાવ અથવા ખરાબ જીવનશૈલીની આદતોને કારણે ફેલાયેલા અથવા સ્થાનિક મસ્ક્યુલોસ્કેલેટલ પીડાનો અનુભવ કરે છે. હવે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ સાત હજાર લોકોની તપાસ કરવામાં આવશે. આ સર્વે ફક્ત સંધિવા જ નહીં, પરંતુ તમામ પ્રકારના સંધિવા રોગના બનાવો અને વ્યાપ પર ધ્યાનન કેન્દ્રિત કરશે. તેના ડેટા કલેક્શન અને પ્રકાશનમાં લગભગ 6-8 મહિનાનો સમય લાગશે.

આ પણ વાંચો: બેકાબૂ ડાયાબિટિસને કારણે હૃદયરોગ, કિડનીની સમસ્જા થવાનું જોખમ રહે છે : રિપોર્ટમાં દાવો

સર્વેક્ષણના મુખ્ય તારણો

•1.95 કરોડ ભારતીયોને આર્થરાઇટિસનો દુઃખાવો. આ પૈકી 65 ટકા મહિલાઓ.

•રૂમેટિક આર્થરાઇટિસ ગંભીર અને પીડાદાયક રોગ છે. જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

•વિશ્વના અન્ય દેશની સરખામણીએ ભારતમાં આર્થરાઇટિસના કેસ વધુ.

•ચિકનગુનિયા આર્થરાઇટિસ મહત્ત્વનો જોખમી પરિબળ બન્યો.

•કમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલના ખોટા ઉપયોગથી ગળા-પીઠનો દુઃખાવો એપિડેમિક સ્તરે વધ્યો.

•આર્થરાઇટિસ કોઈપણ વયે થઈ શકે છે. 

•આર્થરાઇટિસના દુઃખાવા અને નિયંત્રણ માટે આધુનિક ચિકિત્સા, આયુર્વેદ અને અન્ય આયુષ પદ્ધતિ વચ્ચે સંકલિત સહકાર જરૂરી.