જાણો, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર એલોવેરાના ફાયદાઓ વિશે...
- એલોવેરાને ધૃતકુમારી અથવા કુંવારપાઠુ પણ કહેવામાં આવે છે
નવી દિલ્હી, તા. 28 જૂન 2020, રવિવાર
એલોવેરા વિશે તો તમે સાંભળ્યું જ હશે. તેને ધૃતકુમારી અથવા કુંવારપાઠુ પણ કહેવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ સૌંદર્ય માટે તો થાય જ છે, પરંતુ આ સ્વાસ્થ્ય માટે પણ ઘણુ ફાયદાકારક હોય છે. કેટલાય પ્રકારના સ્વાસ્થ્ય અને સૌંદર્યને લગતી સમસ્યાઓમાં આ અસરકારક ઉપાય છે. આયુર્વેદના વિશ્વમાં તેને સંજીવની પણ કહેવામાં આવે છે. એલોવેરાની 200 પ્રજાતિઓ હોય છે, પરંતુ મનુષ્ય માટે તેની પાંચ પ્રજાતિઓ જ ઉપયોગી છે. જેમાં ડેન્સીસનું સ્થાન સૌથી પ્રથમ હોય છે. એલોવેરામાં 12 પ્રકારના વિટામિન્સ, 18 પ્રકારના મિનરલ્સ અને 15 પ્રકારના એમિનો એસિડ હોય છે. તેની તાસીર ગરમ હોય છે અને તેમાં ઘણા પોષકતત્ત્વો પણ હોય છે. જાણો, એલોવેરાના ફાયદાઓ વિશે...
એલોવેરાને ત્વચા પર લગાવવું ફાયદાકારક હોય છે અને આ સ્વાસ્થ્ય માટે પણ ઘણું લાભદાયી હોય છે. તેના કાંટાદાર ભાગને કાઢીને તેના પલ્પને નિકાળવામાં આવે છે અથવા તો તેને કાપીને રસ પણ બનાવી શકાય છે, જેને એલોવેરા જ્યુસ પણ કહેવામાં આવે છે. સવારે ખાલી પેટ 3-4 ચમચી એલોવેરા જ્યુસ પીવાથી દિવસભર શરીરમાં ચુસ્તી-સ્ફૂર્તિ અને શક્તિ જળવાઇ રહે છે.
એલોવેરામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ પણ હોય છે. નાની-મોટી ઇજા અથવા દાઝી જવા પર એલોવેરા લગાવવાથી રાહત મળે છે. આ ઉપરાંત કોઇ જંતુના કરડવા પર આ એલોવેરા જેલને અસરગ્રસ્ત જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. ફાટી ગયેલી એડીમાં પણ તેનો ઉપયોગ ફાયદાકારક હોય છે.
એલોવેરા કેટલાય પ્રકારની બીમારીઓમાં રાહત અપાવે છે. બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પણ આ અસરકારક હોય છે. ત્વચા સંબંધીત સમસ્યાઓ જેવી કે ખીલ, શુષ્ક ત્વચા, ચહેરા પર ડાઘ-ધબ્બા, કરચલીઓ અને તડકાથી શ્યામ પડતી ત્વચામાં એલોવેરાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે. પેટ સંબંધિત બીમારીઓ, ડાયાબિટીસ ઉપરાંત ગર્ભાશતના રોગ જેવી ગંભીર સમસ્યાઓમાં પણ તેનું સેવન ફાયદાકારક હોય છે.
એલોવેરાનો દેખાવ ભલે અજીબ હોય છે, પરંતુ તેમાં ગજબના ઔષધીય ગુણો છુપાયેલા હોય છે. એલોવેરા આપણા શરીરની ઇમ્યૂનિટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સાથે જ લોહીની ઊણપને પણ દૂર કરે છે.