સેક્સુઅલ પાવર વધારે છે રસોડાની આ રેમેડી
- સફરજન બીમારીઓથી તો બચાવે છે. પરંતુ જો એને મધ સાથે ખાવામાં આવે તો કામેચ્છા જાગૃત થાય છે. આ માટે સફરજનનને છોલીને સમારીને બ્લેન્ડ કરો. તેમાં એક ચમચી મધ, 3- 4 ટીપાં ગુલાબજળ, ચપટીક કેસર, થોડુ જાયફળ અને ઇલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરો. આ ટોનિકને જમવાના અડધો કલાક પહેલાં લો અને એના ચાર કલાક પછી સુધી દૂધ, દહી કે માછલી ના ખાશો.
- આમળામાં પર્યાપ્ત પ્રમાણમાં આયરન, ઝિંક અને વિટામિન સી હોય છે. તે હેલ્થ તો સારી રાખે છે અને કામોત્તેજના વધારવામાં મદદ કરે છે. બે ચમચી આમળાના રસમાં એક ચમચી આમળાનો સૂકો પાવડર અને એક ટેબલસ્પૂન શુદ્ધ મધ મળીને દિવસમાં બે વાર ખાઓ. આ નુસખાથી બંનેનો સેક્સ પાવર વધે છે.
- કામેચ્છા વધારવામાં બદામ પણ મદદ કરે છે. બદામને દૂધમાં મિક્સ કરીને નિયમિત પીવો. રોજ રાતે 10 બદામને પાણીમાં પલાળીને મુકી દો. સવારે એની છાલ કાઢીને કે બદામનું દૂધ બનાવીને પીવો. દૂધ બનાવવા માટે એક કપ દૂધમાં છોલેલા બદામ, ચપટી કેસર, ચપટી જાયફળ અને સ્વાદાનુસાર ખાંડ નાંખીને મિક્સીમાં બ્લેન્ડ કરી લો.
- લો સેક્સ ડ્રાઈવના કિસ્સામાં ખજૂરથી ફાયદો થાય છે. 10 તાજા ખજૂરને ઘીમાં પલાળો, તેમાં એક ટીસ્પૂન સુંઠ, અડધી ચમચી ઇલાયચી પાવડર, ચપટીક કેસર મિક્સ કરો. તેને એક ઝારમાં ભરીને તેને ગરમ જગ્યાએ 12 દિવસ માટે મુકી દો. રોજે સવારે એનું સેવન કરો.
- ડુંગળી અને લસણ કામેચ્છા વધારે છે. એક ટેબલસ્પૂન ડુંગળીના રસમાં એક ટી સ્પૂન લસણનો રસ મિક્સ કરો. આ મિશ્રણ રોજે ભૂખ્યા પેટ મધ સાથે લેવું.