મહિલાઓની અનેક સમસ્યામાં લાભ કરે છે બેસન રોટી, ડાયાબિટીસને પણ કરે છે દૂર
નવી દિલ્હી, 26 ઓગસ્ટ 2019, સોમવાર
ડાયાબિટીસના દર્દીઓને ખોરાક પ્રત્યે વધારે સજાગ રહેવું પડે છે. આ રોગ એવો છે જેમાં ભૂખ વધારે લાગે છે તેવામાં તમારી ડાયટ એવી હોવી જોઈએ કે પેટ કલાકો સુધી ભરેલું રહે અને તમારે વારંવાર ખોરાક લેવો ન પડે. તેના માટે બેસન રોટી એટલે કે ચણાના લોટની રોટલીથી વધારે સારો કોઈ વિકલ્પ નથી. તેનાથી બ્લડ પ્રેશર, શારીરિક નબળાઈ દૂર થાય છે અને વજન ઘટાડવા માટે પણ આ રોટી ઉપયોગી સાબિત થાય છે.
ચણાના લોટમાં પ્રોટીન વધારે હોય છે તેથી તે ગ્લાઈસેમિક ઈંડેક્સવાળું હોય છે. આ કારણ છે કે તે વેટ લોસ સાથે ડાયાબિટીસ માટે પણ લાભકારક સાબિત થાય છે. જેમને મસલ્સ બનાવવાનો શોખ હોય છે તેમણે પણ આ રોટી ખાવી જોઈએ. તેનાથી ગ્લૂકોઝનું સ્તર પણ સંતુલિત રહે છે. તો ચાલો જાણીએ કે આ રોટલીથી અન્ય કયા કયા લાભ થાય છે.
1. ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછું હોવાથી આ રોટલી ખાધા બાદ ઘણા સમય બાદ રક્ત સુધી પહોંચે છે જેથી શુગરનું સ્તર ઝડપથી વધતું નથી. તેથી આ રોટલી ડાયાબિટીસના રોગીઓ માટે લાભકારી છે.
2. સેલેનિયમ, પોટેશિયમ, વિટામિન એ અને બીથી ભરપૂર ચણાનો લોટ સ્નાયૂને મજબૂત કરે છે. પ્રોટીનયુક્ત ચણાનો લોટ સ્નાયૂની નબળાઈ પણ દૂર કરે છે.
3. હાડકા માટે પણ ચણાનો લોટ ફાયદાકારક છે. જેમને ઓસ્ટિયોપોરેસિસ હોય અથવા હાડકા જેમના નબળા હોય તેમણે આ રોટલી ખાવી જોઈએ. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસફોસર પણ હોય છે જે હાડકા માટે જરૂરી છે.
4. પ્રોટીન ટીશ્યૂમાં થતી તૂટફૂટને રિપેર કરવા માટે પણ આ રોટલી મદદ કરે છે. જો શરીરમાં નબળાઈ હોય તો તેને ડાયટમાં જરૂરથી સામેલ કરવી.
5. ચણાનો લોટમાં એવા તત્વ હોય છે જે મગજમાં મોજૂદ ફોલેટ બ્રેન સેલ્સને એક્ટિવેટ કરે છે.
6. જો અનિદ્રાની સમસ્યા હોય અને મગત અશાંત રહેતું હોય અથવા તાણ રહે તો રોજ ચણાના લોટની રોટલી જ ખાવી જોઈએ. કારણ કે તેમાં એમીનો એસિડ, ટ્રિપ્ટોફૈન અને સેરોટોનિન હોય છે જે શરીરની સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે.
7. ગર્ભાવસ્થામાં પણ આ લોટમાંથી બનેલા ખોરાક ખાવા જોઈએ તેનાથી બાળક અને માતા બંનેને લાભ થાય છે. આ લોટમાં ફોલેટ અને આયરનનું પ્રમાણ વધારે હોય છે જે બાળકને જન્મજાત બીમારીઓથી બચાવે છે.
8. ચણામાં જે સૈપોનિન્સ અને ફાઈટોકેમિલ હોય છે તે કેન્સર જેવી બીમારીથી બચવામાં મદદ કરે છે.
9. માસિક સમયે થતી સમસ્યાઓને દૂર કરવામાં પણ આ રોટલી લાભકારી સાબિત થાય છે.