Get The App

એલર્ટ! વધુ પડતા લીંબુ પાણીનું સેવન નોતરી શકે છે આ સમસ્યાઓ, જાણો તેનાથી થતા નુકસાન

લીંબુ પાણીના વધુ પડતા સેવનથી પેટની સમસ્યા થઈ શકે છે

લીંબુ પાણીનું વધુ પડતું સેવન કરવાથી દાંતમાં કળતર થઈ શકે છે

Updated: Apr 27th, 2023

GS TEAM

Google News
Google News
એલર્ટ! વધુ પડતા લીંબુ પાણીનું સેવન નોતરી શકે છે આ સમસ્યાઓ, જાણો તેનાથી થતા નુકસાન 1 - image
Image:Pixabay

ઉનાળામાં લીંબુ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીંબુ પાણી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદરૂપ હોય છે. લીંબુમાં વિટામીન-સી, વિટામીન-ઇ, વિટામીન બી-6, ફોલેટ, થિયામીન જેવા પોષક તત્વો હોય છે. આટલા બધા ગુણો હોવા છતાં પણ લીંબુ પાણીનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

પાચન સંબંધી સમસ્યાઓ

ખાલી પેટે લીંબુ પાણી મધ સાથે પીવાથી પાચન પ્રક્રિયામાં મદદ મળે છે, પરંતુ આ ડ્રિંકના વધુ પડતા સેવનથી પેટની સમસ્યા થઈ શકે છે. લીંબુ પાણીના વધુ પડતા સેવનથી પેટના દુખાવાની સમસ્યા થઇ શકે છે.

દાંતની સમસ્યાઓ

લીંબુ પાણીનું વધુ પડતું સેવન કરવાથી દાંતમાં કળતર થઈ શકે છે. જેના કારણે દાંત સડવા લાગે છે.  જેથી જો તમને દાંતની સમસ્યા હોય, તો આ સ્થિતિમાં ઓછી માત્રામાં જ સાઇટ્રિક ખોરાકનું સેવન કરવું જોઈએ.

વાળ માટે હાનિકારક

લીંબુનો રસ વાળમાં લગાવવાથી વાળ ડ્રાય અને ગ્રે થઈ શકે છે. તેમાં રહેલા એસિડિક ગુણ વાળ પર અસર કરે છે. ઘણીવાર ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે લોકો વાળમાં લીંબુનો રસ લગાવે છે.

ડ્રાય સ્કિન

નિયમિતપણે લીંબુ પાણીનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી તે ત્વચાને શુષ્ક બનાવી શકે છે.

ડિહાઇડ્રેશનની સમસ્યા

લીંબુ પાણીના વધુ પડતા સેવનથી શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. તેને વધુ પ્રમાણમાં પીવાથી વારંવાર પેશાબ થાય છે. આવી સ્થિતિમાં તમે ડિહાઈડ્રેશનની સમસ્યાથી પરેશાન થઈ શકો છો.

Tags :