ગુણોનો ખજાનો છે અજમો, બીમારી મુજબ કરો સેવન
દરેકના રસોડામાં અજમો તો હોય છે. ઘણી વાનગીઓ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. સ્વાદમાં ઉમેરો કરતા અજમામાં ઘણાં ઔષધિય ગુણો રહેલા છે.
1. જેમને ડાયજેશનનો પ્રોબ્લેમ હોય તેમને અજમો ખાવાની સલાહ આપવામાં આવે છે અને તેને ખાવાથી અપચો મટી જાય છે. આવું તેનામાં રહેલાં એન્ટિઓક્સીડન્ટને લીધે થાય છે.
2. અજમાને સંચળમાં મિક્સ કરીને હુંફાળા ગરમ પાણી સાથે ખાવાથી પેટની તકલીફો જેવી કે ગભરામણ અને એસિડીટીમાં રાહત થાય છે.
3. વજન ઘટાડવા માટે તમારે અજમો ખાવો જોઈએ. ખાલી પેટ અજમાનું પાણી પીવાથી વજન ઉતરે છે.
4. શિયાળામાં આબાલવૃદ્ધ બધાને શરદી-ખાંસી થઇ જાય છે. આવામાં અજમાને પાણીમાં ઉકાળીને પીવાથી શરદી-ખાસી જલદી મટે છે.
5.અજમાનું અડધો કપ પાણી મધમાં મિક્સ કરીને પીવાથી સંધિવામાં રાહત થાય છે અને સાંધાનો દુખાવો ઓછો થાય છે.
6. પેઢાનો સોજો કે દુખાવો હોય તો અજમાના પાણીથી કોગળા કરો. એનું ચૂર્ણ બનાવીને આંગળીથી પેઢા પર ઘસો.
7. ચહેરાની સુંદરતા વધારવા માટે અજમાની પેસ્ટને ચહેરા પર લગાવો. એનાથી ખીલ મટી જશે.
8. ડાયાબિટીસના દર્દીઓએ રોજે ખાલી પેટ એક ચમચી અજમો ખાવો જોઈએ. ધીમે ધીમે આ તકલીફથી છુટકારો મળી જશે.
9. સ્ત્રીઓએ માસિકમાં થતી તકલીફોથી બચવા માટે દિવસમાં બે વખત ઓછામાં ઓછી એક ચમચી અજમો પાણી સાથે લેવો જોઈએ.