Get The App

એસિડિટીની સમસ્યા છે? તો ઘરમાં હાજર આ 5 વસ્તુઓથી કરો ઇલાજ

- આ વસ્તુઓ એસિડિટીની બળતરામાં રાહત આપશે

Updated: Mar 9th, 2018

GS TEAM

Google News
Google News
એસિડિટીની સમસ્યા છે? તો ઘરમાં હાજર આ 5 વસ્તુઓથી કરો ઇલાજ 1 - image
નવી દિલ્હી, તા. 09 માર્ચ 2018, શુક્રવાર 
 
પેટનું વારંવાર ફુલી જવું, હાર્ટબર્ન, પેટમાં બળતરા, પેટમાં ચાંદી અને દુખાવો અથવા પેટમાં વળ ચડવી જેવા કેટલાય એસિડિટીના લક્ષણ છે. તેના માટે સમય પર ભોજન ન ખાવું અથવા તો એકવારમાં ઘણુ બધુ ખાઇ લેવું, સ્ટ્રેસ, દારુ અને તેલની સાથે તીખું ખાવા જેવા કેટલાય કારણ છે, જેના કારણે પેટમાં એસિડિટીની પરેશાની થાય છે. ખાસ કરીને નૉનવેજ ખાતા લોકોને આ પરેશાની વધારે થાય છે, કારણ કે તેમના ભોજનમાં મરચાં સાથે તેલ પણ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જો તમે પણ એસિડિટીથી પરેશાન છો તો જાણો કેટલીક ટિપ્સ જેની મદદથી તમે એસિડિટીથી છૂટકારો મેળવી શકો છો. 
 
1. આદુ : 
જ્યારે પણ તમને એસિડિટી અનુભવાય છે મોંમાં થોડુંક આદું રાખો અથવા તો આદુવાળુ ગરમ પાણી પી લો. કારણ કે તેમાં પેટની એસિડિટીમાં આરામ પહોંચવનાર એન્ટી-ઇન્ફ્લેમેટરી તત્ત્વ રહેલું હોય છે. 
 
2. ઠંડું દૂધ : 
કેલ્શિયમથી ભરપૂર દૂધ એસિડિટીનો દુખાવો શાંત કરી દે છે. એટલા માટે જ્યારે પણ તમને પેટમાં દુખાવો અથવા બળતરા અનુભવાય છે ત્યારે તે સમયે એક ગ્લાસ ઠંડું દૂધ પી લો. આ ઉપાય તે લોકો માટે ખૂબ જ અસરકારક છે જેને ડેરી પ્રોડ્ક્ટ્સ પચાવવામાં સરળતા રહે છે. 
 
3. કેળા : 
આ કેળા એક નેચરલ એન્ટાસિડ છે, જેનાથી પેટમાં બળતરા જેવી સમસ્યામાં તરત જ રાહત મળે છે. જે લોકોને ગરમીઓમાં એસિડિટી તકલીફ રહે છે તેમણે નિયમિતપણે કેળા ખાવા જોઇએ. 
 
4. વરિયાળી :
મોં ફ્રેશ કરવાની સાથે-સાથે વરિયાળી એસિડિટીમાં પણ રાહત આપે છે. તમે તેને એમ જ ખાઓ અથવા તો તેની ચા બનાવીને પીઓ, જે બંને રીતે તમને આરામ આપશે. ત્યારે, સૌથી શ્રેષ્ઠ રીત છે કે તમે ભોજન કર્યા બાદ દર વખતે વરિયાળી ખાઓ, તમને એસિડિટી થશે નહીં. 
 
5. આમળા : 
વિટામિન-સીથી ભરપૂર આમળા પેટના દુખાવામાં, ગેસ, બ્લોટિંગ, એસિડિટીમાં રાહત આપશે. તમે આમળાનું દરરોજ સેવન કરો. પેટમાં આરામની સાથે-સાથે સુંદર વાળને અને સ્કિનને પણ ફાયદો થશે.