For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લગભગ 500 મિલિયન લોકોમાં શારીરિક નિષ્ક્રિયતાને કારણે હૃદયરોગ, સ્થૂળતા, ડાયાબિટીસ અથવા અન્ય રોગો વધી રહ્યાં છે : WHO

Updated: Oct 19th, 2022


- 2020 અને 2030 ની વચ્ચે શારીરિક નિષ્ક્રિયતા માટે વિશ્વને 27 બિલિયન ડોલરનો ખર્ચ થઈ શકે છે: WHO

નવી દિલ્હી,તા.19 ઓક્ટોબર 2022,બુધવાર

2020 અને 2030 ની વચ્ચે, લગભગ 500 મિલિયન લોકોમાં શારીરિક નિષ્ક્રિયતાને કારણે હૃદયરોગ, સ્થૂળતા, ડાયાબિટીસ અથવા અન્ય રોગો વધી રહ્યાં છે,  એવું WHO નો 'ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન ફિઝિકલ એક્ટિવિટી 2022' કહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના એક નવા અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે દેશોને દર વર્ષે લગભગ 27 બિલિયન ડોલરનો ખર્ચ થશે.

'ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન ફિઝિકલ એક્ટિવિટી 2022' અભ્યાસ 194 દેશોમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય એ માપવાનો હતો કે સરકારો શારિરીક પ્રવૃત્તિ વધારવા માટે WHOના પ્રયાસોને કેટલી હદ સુધી અમલમાં મૂકી રહી છે. શારીરિક નિષ્ક્રિયતાનો આર્થિક બોજ નોંધપાત્ર હોવાની અપેક્ષા છે. અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે અટકાવી શકાય તેવા રોગોના નવા કેસોની સારવારનો ખર્ચ 2030 સુધીમાં લગભગ 300 બિલિયન ડોલર સુધી પહોંચી જશે, જેનો ખર્ચ વાર્ષિક આશરે 27 બિલિયન ડોલર થશે.

ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસ, WHOના ડિરેક્ટર-જનરલ, જણાવ્યું કે,"વોકિંગ, સાયકલ ચલાવવા, રમતગમત અને અન્ય શારીરિક પ્રવૃત્તિ દ્વારા લોકોને વધુ સક્રિય થવા માટે સમર્થન આપવા માટે નીતિઓના અમલીકરણને વધારવા માટે અમને વધુ દેશોની જરૂર છે. માત્ર વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ, પર્યાવરણ, અને અર્થતંત્ર માટે પણ આ લાભદાયક છે."

21 જાન્યુઆરી, 2019 ના રોજ, WHOએ તેનો "શારીરિક પ્રવૃત્તિ પર વૈશ્વિક કાર્ય યોજના" બહાર પાડ્યો. તેણે 2030 સુધીમાં કિશોરો અને પુખ્ત વયના લોકોમાં શારીરિક નિષ્ક્રિયતાના વૈશ્વિક વ્યાપને 15 ટકા ઘટાડવાનો પ્રયાસ કર્યો. તેણે નિષ્ક્રિયતાને ઘટાડવા માટે 20 નીતિ ભલામણો પ્રદાન કરી, જેમ કે વધુ સક્રિય પરિવહનને પ્રોત્સાહિત કરવા સુરક્ષિત રસ્તાઓ બનાવવા અને શારીરિક પ્રવૃત્તિ માટે વધુ કાર્યક્રમો અને તકો પ્રદાન કરવી.  જો કે, નવીનતમ અહેવાલ દર્શાવે છે કે હજુ ઘણું કરવાની જરૂર છે. માત્ર 40 ટકા દેશોમાં રોડ ડિઝાઇનના ધોરણો છે જે ચાલવા અને સાઇકલ ચલાવવાને વધુ સુરક્ષિત બનાવે છે.

194 દેશોમાંથી 50 ટકાથી ઓછા દેશોમાં રાષ્ટ્રીય શારીરિક પ્રવૃત્તિ નીતિ છે. તેમાંથી 40 ટકાથી ઓછા કાર્યરત છે.  ડબ્લ્યુએચઓએ રિપોર્ટ દ્વારા સરકારોને શારીરિક પ્રવૃત્તિને પ્રાથમિકતા આપવા અને તેની નીતિઓ સાથે એકીકરણ કરવા જણાવ્યું હતું. ઘેબ્રેયેસસે કહ્યું કે,"અમે આશા રાખીએ છીએ કે દેશો અને ભાગીદારો આ અહેવાલનો ઉપયોગ બધા માટે વધુ સક્રિય, સ્વસ્થ અને ન્યાયી સમાજ બનાવવા માટે કરશે," 

Gujarat