ઇટલીમાં એક સપ્તાહમાં ૫૦ ડોકટર પણ કોરોના વાયરસનો ભોગ બન્યા
નર્સોની તણાવની સ્થિતિ દર્શાવતા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
લોકો ૨૪ કલાક ડયૂટી કરતી નર્સોની ફરજનિષ્ઠાના લોકો વખાણ કરી રહયા છે
મિલાન, 16 માર્ચ, 2020, સોમવાર
ચીન પછી ઇટલીમાં કોરોના સૌથી વધુ દર્દીઓ જોવા મળી રહયા છે ગઇ કાલે એક જ દિવસમાં ૩00 થી વધુ લોકોના મોત થતા મુત્યુનો કુલ આંકડો ૧૮૦૦ને પાર કરી ગયો છે. ચીનમાં ૮૦ હજારથી વધુ દર્દીઓએ ૩૩૦૦ લોકોના મુત્યુ થયા છે જયારે ઇટલીમાં કોરોના સંક્રમિત ૨૫૦૦૦ દર્દીઓમાંથી સરેરાશ મોતનું પ્રમાણ ચીન કરતા પણ વધારે છે. ચીનના વુહાનમાં તો રાતો રાત હોસ્પિટલ શરુ કરવી પડી હતી પરંતુ ઇટલીમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલી નર્સોની સ્થિતિ ખૂબજ વિકટ છે. તેમને ૨૪ કલાકની શિફ્ટમાં દિવસ રાત જોયા વિના કામ કરવું પડે છે. ઇટલીમાં કોરોના સારવાર સાથે જોડાયેલો સ્ટાફ પણ માનસિક અને શારીરિક તણાવ અનુભવી રહયા છે. કેટલીક હોસ્પિટલોમાં તો માનસિક તણાવથી દૂર રહેવા સ્ટાફને મનો ચિકિત્સકોની સારવાર પણ આપી રહી છે. બરગૈમમાં તો ગત સપ્તાહ ૫૦ ડૉકટર્સ પણ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા.
નર્સોની સ્થિતિ દર્શાવતા ફોટા પણ સોશિયલ મીડિયામાં શેર થઇ રહયા છે. ટવીટ્ર પર પોસ્ટ કરવામાં આવેલા એક ફોટોમાં ઢાંકેલા માસ્ક પહેરીને એલીન પેગ્લિયારિની નામની નર્સ થાકીને સૂઇ ગઇ છે. તે ઇટલીના લોમ્બાર્ડી વિસ્તારની હોસ્પિટલમાં ફરજ બજાવે છે. આ તસ્વીર પરથી ઇટલીમાં દર્દીઓને સારવાર આપી રહેલા તબીબો અને નર્સોએ થકવી નાખે તેવી લાંબી ડયૂટી કરવી પડે છે તેનો ચિતાર મળે છે. નર્સ પેગ્લિયારિનીનો ફોટો વાયરલ થયો છે અને તેની ફરજનિષ્ઠાના લોકો વખાણ કરી રહયા છે. નર્સે પોતાની ખુમારી દર્શાવતા લખ્યું છે કે આમ તો ૨૪ કલાક કામ કરુતો પણ હું થાકતી નથી પરંતુ અત્યારે એ કબુલ કરુ છું કે હું થાકેલી છેુ. કોરોના અંગે લખ્યું હતું કે હું એક એવા દુશ્મન સામે લડી રહી છું જેના વિશે હું કશુંજ જાણતી નથી. મિસ એલેસિયાએ પોતાના ફોટાને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તેના ચહેરા પર લાલ ચાઠા જોવા મળે છે જે ડયૂટી દરમિયાન સતત માસ્ક પહેરવાથી થયા હતા.
એલેસિયાએ લખ્યું છે કે માસ્ક તેના ચહેરા પર ફિટ આવતા ન હતા એટલું જ નહી આંખો પણ સારી રીતે કવર થતી ન હતી. કયારેક તો હોસ્પિટલમાં ૬ કલાક સુધી પાણી પીવાનું રહી જતું હતું. લોમ્બાર્ડીના એક શહેર બરગૈમની હોસ્પિટલમાં કાર્યરત નર્સ ડેનિયલ મેકશિનીએ એક પોસ્ટ ફેસબુક પર પોસ્ટ કરી હતી. કોરાનાના ડરથી હું મારા પુત્ર અને પરીવારને છેલ્લા બે અઠવાડિયાથી મળી નથી. મારા પુત્રના કેટલાક ફોટો અને વીડિયો છે તે જોઇને મારી આંખો ભીની થઇ જાય છે.