Get The App

માત્ર છીંક આવવાથી ફાટી ગઈ મગજની નસ, કરાવી પડી સર્જરી, ત્યારે બચ્યો જીવ

આ શખ્સને વારંવાર છીંક આવતી હતી. એકવાર હેરાન થઈ તેણે છીંકને રોકવાની કોશિશ કરી

Updated: May 5th, 2023

GS TEAM

Google News
Google News
માત્ર છીંક આવવાથી ફાટી ગઈ મગજની નસ, કરાવી પડી સર્જરી, ત્યારે બચ્યો જીવ 1 - image
Image Envato

તા. 5 એપ્રિલ 2023, શુક્રવાર 

આમ તો કોઈને છીંક આવવી એ સામાન્ય વાત છે પરંતુ આ કિસ્સો સાંભળી થઈ જશો હેરાન. કારણે કે ક્યારેક છીંક પણ બની શકે છે મોતનું કારણ. જો તમને છીંક આવે અને તેને રોકવાની કોશિષ કરો છો તો સાવધાન થઈ જજો. આ રીતે જીવ જઈ શકે છે, અથવા તમે બહેરા પણ થઈ શકો છો. અને ડોક્ટરના કહેવા પ્રમાણે મગજની નસો પણ ફાંટી શકે છે. 

આ શખ્સને વારંવાર છીંક આવતી હતી, એકવાર હેરાન થઈ તેણે છીંકને રોકવાની કોશિશ કરી 

અમેરિકામાં એક શખ્સનો કિસ્સો સાંભળી હેરાન થઈ જશો. જેમાં આ શખ્સને વારંવાર છીંક આવતી હતી. એકવાર હેરાન થઈ તેણે છીંકને રોકવાની કોશિશ કરી હતી. અને પછી તરત અચાનક તેજ છીંક આવી અને તેના મગજની નસ ફાટી ગઈ. મગજમાં રક્તસ્ત્રાવ થવા લાગ્યો. તેને લાગ્યુ કે હવે બચવાની કોઈ ઉમ્મીદ નથી. અને આ શખ્સ પર ત્રણ સર્જરી કરવામાં આવી ત્યારે તેનો જીવ બચ્યો. 

આ શખ્સ પર ત્રણ સર્જરી કરવામાં આવી ત્યારે તેનો જીવ બચ્યો

અલબામા શહેરમાં રહેવાવાળો 26 વર્ષના સૈમ મેસીનાએ કહ્યુ કે જ્યારે તે પોતાના બેડ પર સુતો હતો. એકવાર મે છીંકને રોકવાની કોશિશ કરી હતી. અને પછી તરત અચાનક જોરદાર છીંક આવી અને તેના મગજની નસ ફાટી ગઈ. મગજમાં રક્તસ્ત્રાવ થવા લાગ્યો. તેને લાગ્યુ કે હવે બચવાની કોઈ ઉમ્મીદ નથી. અને આ શખ્સ પર ત્રણ સર્જરી કરાવવી પડી. ત્યારે તેનો જીવ બચ્યો. અને તેણે ભગવાનનો આભાર માન્યો હતો. 

માથાની ધમનિઓ અને નસોની જોડવાવાળી રક્તવાહિની ફાટી જાય છે

આર્ટિરિયોવેનસ મેલર્ફાર્મેશન (એવીએમ) નામની વિકૃતિ સાથે પેદા થયો હતો. મોટાભાગના લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે. આને ધમની વિસ્ફોટ વિકૃતિ પણ કહેવામાં આવે છે. જેમા  માથાની ધમનિઓ અને નસોની જોડવાવાળી રક્તવાહિની ફાટી જાય છે, અને તેમા જરુરી માત્રામાં લોહી પહોચતું નથી. અને લોહી જાડુ બની જાય છે. અને તેમાં જોરથી છીંક આવવાથી તેમા વિસ્ફોટ થયો અને ધમનિયો ફાટી ગઈ, આ પરિસ્થતિમાં જીવ પણ જઈ શકે છે એટલે કે મોત પણ આવી શકે છે.