Get The App

ઓબેસિટી ધરાવતા વિશ્વના ટોપ 20 દેશોમાં આફ્રિકાના 8 દેશો

- વિશ્વમાં બે અબજથી વધુ લોકો ઓવરવેઇટ

- ઓવર વેઇટની સમસ્યામાં છેલ્લા 40 વર્ષમાં ત્રણ ગણો વધારો

Updated: Sep 23rd, 2019

GS TEAM

Google News
Google News
ઓબેસિટી ધરાવતા વિશ્વના ટોપ 20 દેશોમાં આફ્રિકાના 8 દેશો 1 - image

જોહાનિસબર્ગ, તા.23 સપ્ટેમ્બર 2019, સોમવાર

એક સમયે ગરીબી અને ભૂખમરાથી જાણીતા આફ્રિકાના દેશોના લોકો ઓવર વેઇટની સમસ્યાનો ભોગ બન્યા છે. આથી જ તો વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહેલી ઓબેસિટીની સમસ્યા ધરાવતા ટોપ 20 દેશોમાં 8 આફ્રિકાના છે. 

આફ્રિકાના આ દેશોમાં લિબિયા, ઇજિપ્ત, સાઉથ આફ્રિકા, અલ્જીરિયા, ટયુનેશિયા, નામિબિયા અને બોત્સવાના અને ઝીમ્બાબ્વનો સમાવેશ થાય છે. લિબિયા અને ઇજિપ્ત સૌથી વધુ 30 ટકા લોકો ઓબેસિટી ધરાવે છે જયારે દક્ષિણ આફ્રિકામાં 28.3 ટકા ઓવરવેઇટ છે. 

ખાસ કરીને નાના મોટા શહેરોના નિમ્ન અને મધ્યમવર્ગીય લોકોની તંદુરસ્તી ઓવરવેઇટના લીધે ખરાબ થતી જાય છે. ઘણા મીડલ કલાસ લોકો ઘરે ભોજન લેવાના સ્થાને સુપર માર્કેટમાં વેચાતા પ્રોસેસ્ડ ફૂડને મહત્વ આપવા લાગ્યા છે જેમાં શૂગર અને ફેટનું પ્રમાણ વધારે હોય છે. 

દક્ષિણ આફ્રિકામાં શૂગર અને હાઇ કેલરીથી ભરેલા સોફ્ટ ડ્રિન્કસ પીવાનું પ્રમાણ વધવાથી સરકારે કાયદો પસાર કરીને સોફ્ટ ડ્રિન્કસ પરનો ટેકસ વધાર્યો છે આથી તેના વપરાશમાં ઘટાડો થયો છે. એક સ્ટડી મુજબ અંડર વેઇટ કરતા ઓવર વેઇટના કારણથી વધારે મોત થાય છે. 

વિશ્વમાં બે અબજથી વધુ લોકો ઓવરવેઇટ 

વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનવું છે કે વિશ્વમાં 2 અબજથી વધુ લોકો ઓવરવેઇટ છે જે વિશ્વની કુલ વસ્તીના 30 ટકા જેટલા છે. ઓબેસિટીની સમસ્યામાં છેલ્લા ૪0 વર્ષમાં 3 ગણો વધારો થયો છે. શરીરમાં અત્યંત પ્રમાણમાં ફેટ એકઠા થવાની સ્થિતિના કારણે ઉભા થતા આરોગ્યના ખતરાને ઓવરવેઇટ ગણવામાં આવે છે. કમર, હાથ, પગ અને પેટ પર ચરબીના થર જામવાથી ડાયાબિટીઝ, હ્વદયરોગ કિડની અને પાચનતંત્રને લગતા રોગો થાય છે. 1980 પછી આફ્રિકામાં ડાયાબિટીઝના દર્દીઓની સંખ્યામાં 129 ટકા વધારો થયો છે. આ બીમારીના કારણે 60 અબજ ડોલરનો આર્થિક બોજ સહન કરવો પડયો છે.

Tags :