Get The App

કોરોના મહામારી સામે લડવા 70 કરોડ ગરીબોને 90 અબજ ડોલરની સહાયની જરુરીયાત

આ રકમ 20 અમીર દેશોના સ્ટીમ્યૂલેશન પેકેજની માત્ર 1 ટકા જેટલી છે

લોકોને આર્થિક મદદ કરવામાં આવશે તો જ કોરોના સામે ટકી શકશે – યૂએન

Updated: Apr 30th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના મહામારી સામે લડવા 70 કરોડ ગરીબોને 90 અબજ ડોલરની સહાયની જરુરીયાત 1 - image


વોશિંગ્ટન, 30 એપ્રિલ, 2020,  ગુરુવાર

કોરોના વાયરસની મહામારીના પગલે દુનિયાના વિવિધ દેશોના અર્થતંત્ર પર વિપરિત અસર થઇ રહી છે લોકડાઉનના પગલે ઉધોગ,ઉત્પાદન અને સર્વિસ સેક્ટર ઠપ્પ જોવા મળે છે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના મજૂરો અને કામદારો રોજગારી વગરના થઇ ગયા છે હાલમાં તેઓ લોકડાઉનના પગલે ઘરમાં જ રહે છે પરંતુ તેઓ લોકડાઉન પછી જયારે પણ બહાર નિકળે ત્યારે આજીવિકા માટે રોજગારી મળી રહે તે જરુરી છે. તેમની પાસે જીવન જરુરીયાતી વસ્તુઓ ઉપરાંત નાણાની મદદ પણ જરુરી છે. સંયુકત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર વિભાગના જણાવ્યા અનુસાર કોવિડ-19 મહામારીના  સમયગાળામાં 90 અબજ ડોલરમાં દુનિયાના 70 કરોડ જેટલા ગરીબ અને આર્થિક નબળા લોકોને ખોરાક અને જીવન જરુરી ચીજવસ્તુઓની વ્યવસ્થા થઇ શકે છે. આ રકમ 20 સૌથી અમીર દેશો દ્વારા આપવામાં આવતા 8000 અબજ ડોલરના સ્ટિમ્યૂલેશન પેકેજના 1 ટકા જેટલી થાય છે.

કોરોના મહામારી સામે લડવા 70 કરોડ ગરીબોને 90 અબજ ડોલરની સહાયની જરુરીયાત 2 - image

યુએનની હ્યયુમેનિટેરિન સંસ્થાના પ્રમુખ માર્ક લોકોકના જણાવ્યા મુજબ મોટા ભાગના નિષ્ણાતોનું માનવું છે કે ગરીબી ગણાતા વિસ્તારોમાં હજુ કોરોના મહામારીએ પગ પેસારો કર્યો નથી પરંતુ તે આવનારા બે થી ત્રણ મહિનામાં પહોંચી શકે છે. તેમણે એમ  પણ કહયું કે 70 કરોડ લોકોએ વિશ્વની કુલ વસ્તીના 10 ટકા થાય છે તે સૌથી હાડમારીઓનો સામનો કરી રહયા છે જે 30 થી 40 દેશોમાં કેન્દ્રીત છે. જેમ જેમ વાયરસ ફેલાશે તેમ સરકાર વિવિધ પ્રકારના સરકાર પ્રતિબંધો મુકશે ત્યારે આ ગરીબ લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની જશે. રોજગાર અને ધંધાના અભાવે આવક ઓછી થઇ જશે ત્યારે તેમને બેઠા કરવામાં ખૂબજ સમય લાગશે. અંદાજે 30 અબજ ડોલરની રકમ ભૂખમરોનો સામનો કરી રહેલા લોકો માટે પૂરતી છે બાકીની રકમ સ્વાસ્થ્ય તથા તેને લગતી સુવિધાઓ માટે પુરતી છે. 

કોરોના મહામારી સામે લડવા 70 કરોડ ગરીબોને 90 અબજ ડોલરની સહાયની જરુરીયાત 3 - image

પ્રાપ્ત માહિતી અનુસાર 90 અબજ ડોલરની રકમ બે તૃતિયાંશ ભાગ વિશ્વબેંક જયારે આઇએમએફ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા જઇ શકે છે. આ સંસ્થાનોએ મદદ કરવાની શરતો પણ બદલવી પડશે જેમાં વ્યાજદર ઘટાડવાથી માંડીને દેવા માફી સુધીની બાબતોનો સમાવેશ થાય છે. સરકારોને આપવામાં આવતી સહાય રકમ પણ વધારવી પડશે. દુનિયાના ધનિક દેશો ગરીબોના વિકાસ માટેની રાશી આપીને મહામારીનું દર્દ ઓછું કરી શકે છે. સંયુકત રાષ્ટ્રસંઘના મહાસચિવ અંટાનિયો ગુટેરેશે 25 માર્ચના રોજ બે અબજ ડોલરની મદદ કરવાની અપીલ કરી હતી જેમાં મધ્ય પૂર્વ, એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાનાના નબળા અને હાડમારીમાં જીવન જીવતા દેશોના લોકોને મદદ થઇ શકે, આ અપીલમાં એક મહિનામાં જ 1 અબજ ડોલર મદદ મળી છે જેમાં જર્મનીએ 20 કરોડ યૂરોની મદદ કરી છે. ગરીબો  માટેના બીજા સંસ્થાનો માટે 7  મે ના રોજ ફરી અપીલ કરવામાં આવશે કારણ કે કોરોના વાયરસની મહામારી જેમ આગળ વધતી જાય છે તેમ વધુને વધુ દેશોને મદદ કરવી પડશે.

Tags :