શુક્રાણુને ઝડપથી વધારે છે આ 6 વસ્તુઓ, રોજ કરવું સેવન
અમદાવાદ, 4 માર્ચ 2019, સોમવાર
વર્તમાન સમયમાં દરેક વ્યક્તિનું જીવન દોડધામ ભરેલું થઈ ગયું છે. અનિયમિત જીવનશૈલીના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓમાં સૌથી સામાન્ય છે પુરુષોમાં ઘટતું શુક્રાણુનું પ્રમાણ. પુરુષોમાં સ્ટ્રેસ અને અનિયમિત જીવનશૈલીના કારણે શુક્રાણુનું પ્રમાણ ઘટી જાય છે અને તેની ગુણવત્તા પર પણ અસર પડે છે. તો આજે તમને અહીં એવા ખોરાક વિશે જાણકારી આપવામાં આવશે જેને લેવાથી શુક્રાણુઓની સંખ્યા વધારી શકાય છે. આ ખોરાક નિયમિત લેવાથી શુક્રાણુ વધારે અને સારી ગુણવત્તાના બને છે.
1. કેળામાં બ્રોમેલિન એન્જામ, વિટામીન સી, એ અને બી 1 હોય છે. આ તત્વ પુરુષોમાં શુક્રાણુ વધારે છે અને સેક્સ હોર્મોન્સને પણ નિયંત્રિત કરે છે.
2. ટામેટામાં લાઈકોપિન નામનું તત્વ હોય છે જે સ્પર્મ કાઉન્ટ વધારે છે. ટામેટાને ઓલિવ ઓઈલમાં શેકી અને ખાવાથી વધારે લાભ થાય છે.
3. પાલક પુરુષો માટે સૌથી વધારે લાભકારક હોય છે. તેનાથી શરીરમાં ફોલિક એસિડ વધે છે અને શુક્રાણુનું પ્રમાણ પણ વધે છે.
4. ડાર્ક ચોકલેટ સ્પર્મ કાઉન્ટ ઝડપથી વધારે છે. તેમાં એમિનો એસિડ, એન્ટીઓક્સિડન્ટ હોય છે જે પુરુષોમાં ફર્ટિલિટીને પ્રભાવિત કરે છે. જો કે ચોકલેટ વધારે પ્રમાણમાં પણ ખાવી નહીં. કારણ કે તે શરીરના હોર્મોનનું સંતુલન ખરાબ કરી શકે છે.
5. લસણમાં એલિસિન હોય છે. જે પુરુષોમાં સેક્સુઅલ ઓર્ગનમાં રક્તનું પરીભ્રમણ વધારે છે. આ ઉપરાંત લસણથી સ્પર્મ ક્ષતિગ્રસ્ત થતા પણ બચે છે. નિયમિત રીતે લસણની એક કળી ખાવી જોઈએ.
6. રોજના ખોરાકમાં અખરોટનો સમાવેશ પણ કરવો જોઈએ. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે પુરુષો માટે લાભકારક હોય છે. રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી શુક્રાણુની સંખ્યા વધે છે.