બકરીનું દૂધ પીવાથી થાય છે આ 6 લાભ, બાળકો માટે છે અમૃત
નવી દિલ્હી, 8 જુલાઈ 2019, સોમવાર
સામાન્ય રીતે આપણે સૌ માનીએ છીએ કે સ્વાસ્થ્ય માટે ગાયનું દૂધ ઉત્તમ હોય છે. ખાસકરીને નવજાત બાળકોને ગાયનું દૂધ પીવડાવવાનો આગ્રહ લોકો રાખે છે. પરંતુ તાજેતરમાં થયેલી એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગાય કરતાં પણ બકરીનું દૂધ વધારે ગુણકારી હોય છે. આ રિસર્ચ અનુસાર બકરીનું દૂધ પ્રીબાયોટિક અને એંટી ઈનફેક્શન ગુણ ધરાવે છે. આ ગુણના કારણે તે બાળકોને થતા ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ઈનફેકશનથી બચાવ કરી શકે છે. બકરીના દૂધમાં પ્રીબાયોટિક પણ હોય છે જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને વધારે છે અને જોખમી બેક્ટેરિયાથી રક્ષણ કરે છે. શોધ અનુસાર આ દૂધમાં કુદરતી રીતે જ 14 પ્રીબાયોટિક હોય છે જેમાંથી 5 એવા હોય છે જે બાળકના જન્મ બાદ માતાના દૂધમાં જોવા મળે છે.
બકરીના દૂધના ગુણ
- બકરીના દૂધમાં એગ્લૂટિનિન નામનું કંપાઉંડ નથી હોતું. તેના કારણે દૂધમાં ચરબી નથી ઉત્પન થતી. ગાયના દૂધમાં આ તત્વ જોવા મળે છે.
- બકરીના દૂધમાં ફૈટ પાર્ટિકલ હોય છે જેમાં ઉપલબ્ધ પ્રોટીન નાના બાળકોમાં થતી દૂધની ઉલટી કરવાની સમસ્યા દૂર કરે છે.
- ગાયના દૂધની સરખામણીમાં બકરીના દૂધમાં એવા તત્વ નથી હોતા જે એલર્જી વધારે. આ દૂધમાં લેક્ટોસનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.
- બકરીના દૂધમાં મગજની ક્ષમતા વધારતા સન્યુગ્મ લિનોલિક એસિડ પણ હોય છે.
બકરીના દૂધથી શરીરને થતા લાભ
- બકરીનું દૂધ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. બકરીના દૂધમાં પોટેશિયમનું સ્તર વધારે હોય છે જે બ્લડ પ્રેશરને ઘટાડે છે અને વધવાથી અટકાવે છે. બકરીના દૂધમાં સેલેનિયમ નામનું મિનરલ હોય છે.
- બકરીનું દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ડોક્ટર બાળકોને બકરીનું દૂધ પીવડાવવાની સલાહ વધારે આપે છે. બકરીના દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ પણ વધારે હોય છે તેથી હાડકા પણ મજબૂત થાય છે.
- બકરીનું દૂધ પીતા વ્યક્તિના આંતરડામાં સોજો આવતો નથી. રોજ એક ગ્લાસ આ દૂધ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.