Get The App

શું તમારે દવા વગર જ હાઈ બ્લડ પ્રેશરથી છૂટકારો જોઈએ છે? કાલથી જ આ 5 બાબતો પર આપો ધ્યાન

Updated: Mar 15th, 2023

GS TEAM


Google News
Google News
શું તમારે દવા વગર જ હાઈ બ્લડ પ્રેશરથી છૂટકારો જોઈએ છે? કાલથી જ આ 5 બાબતો પર આપો ધ્યાન 1 - image


અમદાવાદ, તા. 15 માર્ચ 2023, બુધવાર

WHO પ્રમાણે વિશ્વભરમાં લગભગ 1.28 અબજ લોકોને હાઈ બ્લડ પ્રેશર છે પરંતુ કમનસીબે તેમાંથી 46 ટકા લોકોને એ પણ ખબર નછી કે તેમને બ્લડ પ્રેશરની બીમારી છે. જ્યારે તે અન્ય સમસ્યાઓ માટે સારવાર કરાવવા જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમનું બીપી વધી ગયું છે. WHO અનુસાર આશરે 40 કરોડ લોકો હાઈ બીપી માટે સારવાર લેતા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ બીપીની તપાસ માટે ડૉક્ટર પાસે જતા નથી. વિશ્વમાં 75 લાખ લોકોના મૃત્યુ માટે કોઈ ને કોઈ રીતે બ્લડ પ્રેશર જવાબદાર છે.

હાઈ બ્લડ પ્રેશર માટે મુખ્ય રીતે બેઠાડુ જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતો જવાબદાર છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે હૃદય, મગજ, કિડની અને અન્ય રોગોનું જોખમ વધી જાય છે. તેથી જીવનશૈલીમાં નજીવો સુધારો કરીને હાઈ બીપીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.  

આ 5 પગલાંથી હાઈ બીપી કરો દૂર 

1 વૉકિંગઃ- વર્જિનિયા યુનિવર્સિટીના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સપ્તાહમાં 3 દિવસ ઝડપથી ચાલવાથી માત્ર હાઈ બ્લડ પ્રેશર જ નહીં ઘટે પરંતુ તેની સાથે સાથે બ્લડ શુગર અને ખરાબ કોલેસ્ટ્રોલ પણ સામાન્ય થઈ જશે. ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે દરરોજ 10 હજાર પગલા ચાલવું એ અનેક બીમારીઓથી છુટકારો મેળવવાનો સરળ ઉપાય છે. 

2. કમર ઘટાડવીઃ- માયો ક્લિનિકના જણાવ્યા અનુસાર કમરની લંબાઈ અથવા માપ વધારવું એ ઘણા રગોની નિશાની છે. તેથી જ ગમે તે ભોગે વેસ્ટલાઈનને ઓછી કરવી પડશે. સામાન્ય રીતે પુરૂષોની કમરનું માપ 40 ઈંચથી વધુ હોય તો અનેક રોગોનું જોખમ રહે છે. ત્યારે મહિલાઓની કમર 35 ઈંચથી વધુ ન હોવી જોઈએ.

3. હેલ્થી ડાયટઃ- અભ્યાસ પ્રમાણે હાઈ બ્લડ પ્રેશરને ડાયટ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. આખા અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી, લો ફેટ ડેરી પ્રોડક્ટ, ફળો અને શાકભાજી હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે. દરરોજ 3,500 થી 5,000 મિલિગ્રામ પોટેશિયમ લેવાથી હાઈ બ્લડપ્રેશર ઠીક થઈ જશે. પોટેશિયમ માટે પાલક, કોબીજ, એવોકાડો, કેળા, બટેટા, બટરનટ, કઠોળ, દાળ વગેરેનું સેવન કરવું જોઈએ.

4. નિયમિત કસરતઃ- નિયમિત કસરત હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરે જ છે પણ તે સાથે તે બ્લડ શુગર અને ખરાબ કોલેસ્ટ્રોલને પણ વધવા નથી દેતી. જે વ્યક્તિઓ નિયમિત કસરત કરે છે તેમનામાં અનેક રોગોથી બચવાની ક્ષમતા વિકસિત થાય છે. 

5. મીઠા પર નિયંત્રણઃ- જો મીઠાની માત્રામાં દરરોજ થોડો પણ ઘટાડો થાય તો હૃદયનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. સોડિયમના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે. સામાન્ય રીતે, દરરોજ 2300 મિલિગ્રામ કરતાં ઓછા સોડિયમની જરૂરિયાત હોય છે. જો તેને 1500 મિલિગ્રામ સુધી મર્યાદિત હોય કરવામાં આવે તો હાઈ બીપી તરત જ ઘટી જશે.

Tags :