ખોરાકમાં લેશો આ 5 વસ્તુ તો હૃદયનું સ્વાસ્થ્ય રહેશે ટનાટન
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2020, મંગળવાર
આજકાલ હૃદય રોગ અને ડાયાબિટીઝએ સામાન્ય બીમારી થઈ ગઈ છે. દોડધામ ભરેલી દિનચર્યા વચ્ચે કોઈની પાસે તેના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય નથી પરંતુ જ્યારે તબિયત બગડે છે ત્યારે લોકો વ્યાયામ અને ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે પરંતુ જો આપણે પહેલાથી સજાગ હોઈએ અને યોગ્ય આહાર અને જીવનશૈલીનું પાલન કરીએ તો પછી કોઈ પણ પ્રકારનો રોગ થવાની સંભાવના રહેતી નથી. તેથી જ દરેક વ્યક્તિએ પોતાના ખોરાકમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ પહેલાથી જ શરૂ કરી દેવો જોઈએ.
1. આખા અનાજ
આખા અનાજમાં ત્રણ જરૂરી તત્વ હોય છે. જર્મ, ઈંડોસ્પર્મ અને બ્રેન. આખા અનાજમાં ઘઉં, બ્રાઉન રાઈસ, ઓટ્સ, જવ અને બાર્લીનો સમાવેશ થાય છે. એક શોધમાં જાણવા મળ્યાનુસાર ભોજનમાં આખા અનાજ લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
2. લીલા શાકભાજી
લીલા શાકભાજી જેમકે પાલક, કોબી અને અન્ય ભાજીનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. તેમાં વિટામિન અને હૃદયની ધમનીઓને સુધારતા તત્વો હોય છે.
3. બેરી
અલગ અલગ પ્રકારની બેરીઝ ખાવાથી પણ સ્વાસ્થ સુધરે છે. બ્લૂબેરી, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, રાસબેરી સહિતના બેરી ફ્રૂટમાં એંટીઓક્સીડેંટ હોય છે જે હૃદયની બીમારીઓને દૂર કરે છે.
4. એવોકાડો
આ એક એવું ફળ છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવાનું કામ એવોકાડો કરે છે. એવોકાડો ખાવાથી શરીરમાં એલડીએલની માત્રા નિયંત્રણમાં રહે છે.
5. માછલી અને ફિશ ઓઈલ
ફૈટી ફિશ જેવી કે સામન, ટુનાનું સેવન હૃદય માટે સારું રહે છે. એક શોધ અનુસાર અઠવાડિયામાં ત્રણવાર ફૈટી ફિશનું સેવન કરવું જોઈએ તેનાથી બીપી ઘટે છે.