Get The App

જાણો, સ્વાદિષ્ટ મગની દાળનું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે?

- મગની દાળમાં રહેલા પોષક તત્ત્વો કેટલીય બીમારીઓ સામે રક્ષણ આપે છે

Updated: Jun 30th, 2020

GS TEAM

Google News
Google News
જાણો, સ્વાદિષ્ટ મગની દાળનું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે? 1 - image

નવી દિલ્હી, તા. 30 જૂન 2020, મંગળવાર 

સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર મગની દાળ મોટાભાગના લોકોને પસંદ હોય છે. આ દાળ ખાવામાં ન માત્ર સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેના સેવનથી આપણા સ્વાસ્થ્યને કેટલાય ફાયદા પણ થાય છે. મગની દાળમાં મેગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ ફૉલેટ, કૉપર, ઝિંક અને વિટામિન્સ જેવા પોષક તત્ત્વો હોય છે. આ દાળના સેવનથી શરીર માટે જરૂરી પોષક તત્ત્વોની ઉણપને દૂર કરી શકાય છે. મગની દાળ ડેન્ગ્યૂ જેવી ખતરનાક બીમારીથી પણ બચી શકાય છે.. જાણો, મગની દાળનું પાણી બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે. 

મગની દાળનું પાણી બનાવવાની પદ્ધતિ 

મગની દાળનું પાણી બનાવવા માટે એક પ્રેશર કુકરમાં બે કપ પાણી ગરમ કરો. જ્યારે પાણી ગરમ થઇ જાય ત્યારે તેમાં મગની દાળ અને સ્વાદ અનુસાર મીઠું નાંખીને લગભગ 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી ગરમ થવા દો. ત્યારબાદ દાળને મેશ કરી લો. હવે મગની દાળનું પાણી પીવા માટે તૈયાર છે. 

મોટાપો ઘટાડવામાં મદદ કરે

અનિયમિત દિનચર્યા અને વ્યસ્ત લાઇફ સ્ટાઇલના કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાઓમાં વજન વધવું સૌથી મોટી સમસ્યા છે. જો તમારું વજન વધારે છે અને તમે તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો દરરોજ મગની દાળના પાણીનું સેવન કરો. આ દાળમાં કેલરીનું પ્રમાણ ઓછું અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત મગની દાળનું પાણી મેટાબૉલિઝ્મને પણ બૂસ્ટ કરે છે, જેના કારણે વજન ઘટવાની પ્રક્રિયા ઝડપી બની જાય છે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક 

મગની દાળનું પાણી શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત મગ દાળ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે, જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. 

ડેન્ગ્યૂથી બચાવ

ડેન્ગ્યૂ મચ્છર કરડવાથી થતી ખતરનાક બીમારી છે. એવામાં મગની દાળના પાણીનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ દાળના સેવનથી ઇમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થાય છે, જેનાથી તમે ડેન્ગ્યૂ જેવી ખતરનાક બીમારીથી બચી શકો છો. 

શરીરને ડિટૉક્સ કરવામાં મદદ કરે

મગ દાળના પાણીનું નિયમિત સેવન કરવાથી શરીરમાં રહેલી ગંદકી બહાર નિકળી જાય છે, જેનાથી શરીરની સફાઇ થઇ જાય છે. આ સાથે જ આ દાળના પાણીમાં રહેલા તત્ત્વ લિવર, ગૉલ બ્લેડર, લોહી તેમજ આંતરડાને પણ સાફ કરે છે. 

મગની દાળમાં રહેલ પોષક તત્ત્વોનું પ્રમાણ

એક કપ મગની દાળના પાણીમાં પ્રોટીન 14 ગ્રામ, ફેટ 1 ગ્રામ, ફાઇબર 15 ગ્રામ, ફોલેટ 321 માઇક્રોગ્રામ, શુગર 4 ગ્રામ, કેલ્શિયમ 55 મિલી, મેગ્નેશિયમ 97 મિલી, ઝિન્ક 7 મિલી મળી આવે છે. આ ઉપરાંત આ દાળના પાણીમાં વિટામિન B1, B5, B6, થિયામિન, ડાયેટરી ફાઇબર અને રેજિસ્ટેન્ટ સ્ટાર્ચ પણ હોય છે. આ દાળના સેવનથી શરીર માટે જરૂરી પોષક તત્ત્વો પણ મળી રહે છે અને તમે કેટલીય બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો. 

Tags :