Get The App

જાણી લો રોમાંચક સેક્સ લાઈફના 5 બેસ્ટ મૂવ્સ

Updated: Nov 25th, 2018

GS TEAM


Google News
Google News
જાણી લો રોમાંચક સેક્સ લાઈફના 5 બેસ્ટ મૂવ્સ 1 - image

અમદાવાદ, તા. 25 નવેમ્બર 2018 રવિવાર

જો સેક્સ એક સરસ મજાની ડિશ હોય તો ફોર પ્લે એ ડિશની સુગંધ છે, જેનાથી ખાનારની ભૂખ ઉઘડે છે અને ટેસ્ટી ખાવા માટે તમે અધીરા બની જાવ છો. જો તમે તમારી સેક્સ લાઈફ રોમાન્ટિક બને તેવું ઇચ્છતા હોવ તો તમારે ફોરપ્લે સ્કિલ્સ પર ધ્યાન આપવાની જરૂર છે કારણ કે તમે ફોરપ્લેથી સેક્સને જેટલું ફીલ કરશો અંતમાં તમને એટલો જ સંતોષ ફીલ થશે. અહીં એ માટેના 5 મૂવ્સની વાત કરવામાં આવી છે...

ધીમે ધીમે કિસ કરો

કિસ તમારા અને તમારી ફિલીંગ વિશે ઘણું કહી દે છે. કોમસૂત્રમાં લવમેકિંગને સ્લો પ્રોસેસ કહેવામાં આવે છે. આમાં કામને ફટાફટ પતાવવાની ઉતાવળ નથી હોતી પણ ધીમે ધીમે પ્રેમને વ્યક્ત કરવાનો હોય છે. આમાં કિસ સૌથી અગત્યનું અંગ છે. ફોર પ્લેની વાત હોય  તો એમાં કિસનું મહત્વ બહુ જ વધારે છે.

માત્ર હોઠ પર કિસ ના કરશો

કિસનો અર્થ એ નથી કે તમે માત્ર લિપલૉક કરો. ફોરપ્લેનો હેતુ પાર્ટનરને ઉત્તેજિત કરીને ચરમસીમા સુધી પહોંચાડવાનો છે, જેથી બંને આ એક્ટને એન્જોય કરી શકે. તમે પાર્ટનરના હોઠ ઉપરાંત પીઠ, ગરદન, કાનની પાછળ અને એવી ઘણી જગ્યાએ કિસ કરી શકો છો. એને ત્યાં સુધી કિસ કરો જ્યાં સુધી એના શ્વાસ કિસ સાથે વધવા ના લાગે.

તમે પણ કરી શકો છો કંટ્રોલ

જરૂરી નથી કે દરવખતે મેલ પાર્ટનરના હાથમાં જ કંટ્રોલ રહે. કામસૂત્ર કહે છે કે સ્ત્રીઓ પણ બેડમાં અગ્રેશન બતાવી શકે છે. પરંતુ એનો અર્થ એ નથી એક્ટ દરમિયાન પાર્ટનરને કોઈ તકલીફ આપો. અહીં અગ્રેશનનો અર્થ ઇમોશન્સ થાય છે.

લવ બાઈટ્સ છે અદભુત

કામસૂત્ર પુસ્તકમાં કહેવાયું છે કે સેક્સ દરમિયાન 8 પ્રકારના લવ બાઇટ્સ તમે પાર્ટનરને આપી શકો છો. દરેક બાઈટ આપવાની એક ટ્રિક હોય છે અને દરેકની ઇફેક્ટ અલગ હોય છે. આ બધા બાઈટ ઉત્તેજના તો વધારે જ છે સાથે સેક્સની મજાને વધારીને સંતોષ પણ આપે છે.

Tags :