સ્વાસ્થ્ય માટે છે ચમત્કારિક મખના, સુગર, મોટાપા જેવા આ 5 રોગોથી મળી શકે છે છુટકારો
મખનાને સૌથી આરોગ્યપ્રદ ખોરાક માનવામાં આવે છે
મખાના ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટાડો કરી શકાય છે
Image Envato |
તા. 25 જુલાઈ 2023, મંગળવાર
આપણે ત્યા કહેવત છે કે, પહેલુ સુખ તે જાતે નર્યા એટલે કે પોતાનું સ્વાસ્થ્ય બરોબર હશે તો જીવન સારુ રહેશે. એટલે સ્વાસ્થ્ય જાળવવા માટે પોષ્ટિક આહાર લેવો જરુરી છે. તેમા પણ ડ્રાય ફ્રૂટ્સને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે શરીરને મજબૂત બનાવીને અનેક રોગોથી બચાવે છે. કાજુ, બદામ, અખરોટ, કિસમિસ ઉપરાંત મખાના પણ એક શક્તિશાળી ડ્રાયફ્રુટ છે.
મખાના એક પ્રકારનું બીજ છે અને તે વિવિધ બીમારીઓ સામે રક્ષણ આપે છે.
મખાના એક પ્રકારનું બીજ છે, જે અનેક બીમારીઓથી રક્ષણ આપે છે. મખાનાને ફોક્સ નટ અને લોટસ સીડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજકાલ કેટલીક જગ્યા પર મીઠાઈઓ અને ખાવા-પીવાની કેટલીક વસ્તુઓમાં મખાનાનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. મખાનાને આરોગ્યપ્રદ નાસ્તા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. મખાનાને ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ માટે પણ સારું માનવામાં આવે છે. હવે ખીરમાં મખાનાનું વિશેષ મહત્વ છે. મખાના એક પ્રકારનું બીજ છે, જે અનેક બીમારીઓથી રક્ષણ આપે છે. મખાનાને ફોક્સ નટ અને લોટસ સીડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. મખાનામાં સારી માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ સહિત ઘણા પોષક તત્વોથી ભરપૂર માત્રામાં રહેલા હોય છે. આજે અમે તમને મખાના ખાવાના 5 મોટા ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ.
મખાનાના 5 અદ્ભુત સ્વાસ્થ્ય લાભઃ
1. ડાયાબિટીસને કન્ટ્રોલ કરે છે.
મખાનાનું સેવન બ્લડ સુગર ઘટાડવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસથી ઘણી હદ સુધી રાહત આપે છે.
2. એન્ટીઑકિસડન્ટનો ખજાનો કહેવાય છે
મખાનામાં રહેલા એન્ટીઑકિસડન્ટ હાનિકારક મુક્ત રેડિકલને તટસ્થ કરવામાં અને ઓક્સિડેટીવ તણાવને રોકવામાં મદદ કરે છે.
૩. વજન ઘટાડવામાં મદદરુપ સાબિત થાય છે
વજન ઘટાડવા માટે તમારા આહારમાં મખાનાનો સમાવેશ કરો જેથી કરીને તેમા રહેલા પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર મેળવી શકશો. મખનામાં રહેલા આ બે પોષક તત્વો પ્રોટીન અને ફાઈબર વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
4. વૃદ્ધત્વને રોકવા માટે ગુણકારી છે.
અભ્યાસમાં જાણવા મળેલ તે પ્રમાણે મખાનામાં જોવા મળતા અમુક સંયોજનોમાં બળવાન વૃદ્ધત્વ રોકવા માટેના ગુણધર્મો રહેલા છે. મખાનામાં ઘણા એમિનો એસિડ હોય છે, જે તેમના વૃદ્ધત્વને રોકવા માટેના ગુણધર્મો માટે જાણીતા છે.
5. મખના ખાવાથી હાર્ટને નુકસાન થતા બચાવે છે
એક અભ્યાસ પ્રમાણે મખનામાં રહેલા નોન-આલ્કોહોલિક ફેટ લિવર ડિસીસના પીડિતોને મખનાનો અર્ક આપવાથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર ઓછુ કરવામાં મદદ કરે છે, જેના કારણે હાર્ટને નુકસાન થતુ બચાવે છે.