ભારતમાં 46 ટકા બાળકોની આંખની નથી થઈ શકતી ચકાસણી, સર્વે
નવી દિલ્હી, 25 નવેમ્બર 2019, સોમવાર
12 વર્ષ કે તેનાથી નાની ઉંમરના બાળકોમાં આંખ સંબંધિત સમસ્યાઓ વધારે જોવા મળે છે તેવામાં તાજેતરમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 46 ટકા ભારતીય પરીવારોમાં માતાપિતા પોતાના બાળકોની આંખની તપાસ નિયમિત કરાવે છે. આ સર્વેમાં 10 શહેરોના અંદાજે 1000 પરિવારોનો સમાવેશ કરાયો હતો.
આ સર્વે બાદ જાણવા મળ્યું છે કે અંદાજે 68 ટકા ભારતીય લોકો માને છે કે તેમના માટે બાળકોની દ્રષ્ટિ મહત્વ ધરાવે છે પરંતુ માત્ર 46 ટકા લોકો જ પોતાના બાળકોને નિયમિત આંખ ચકાસવા માટે લઈ જાય છે. આંખના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, ભારતમાં સરેરાશ 23થી 30 ટકા બાળકો માયોપિયાથી પીડિત હોય છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
તેમાં વધારે પ્રમાણમાં એ બાળકો હોય છે જે શહેરી વિસ્તારમાં રહે છે અને બહાર તડકામાં ઓછો સમય પસાર કરે છે. આવા બાળકો વધારે સમય સુધી ટીવી, મોબઈલ, કોમ્પ્યૂટર જેવા ડિજિટલ ડિવાઈસ પર સમય પસાર કરે છે જેના કારણે તેમની દ્રષ્ટિ ખરાબ થાય છે.
નિષ્ણાંતો અનુસાર વાયુ પ્રદૂષણથી પણ બાળકોની આંખને વધારે નુકસાન થાય છે. વારંવાર આંખ ખંજવાળવાથી પણ આંખ નબળી પડી જાય છે. 12 વર્ષથી નાની વયના બાળકોને આંખને બચાવવા માટે પોષણયુક્ત આહાર અને પુરતી ઊંઘ તેમને મળે તે જરૂરી છે. આ ઉપરાંત બાળકો ડિજિટલ ડિવાઈસથી પણ દૂર રહે તે જરૂરી છે.