Get The App

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વડોદરામાં ઝુમ્બા ફોર ફીટનેસ અને ગ્રીનેથોન યોજાશે

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વડોદરામાં  ઝુમ્બા ફોર ફીટનેસ અને ગ્રીનેથોન યોજાશે 1 - image


Vadodara : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતેથી પર્યાવરણ જાગૃતિ સાથે ઝુમ્બા ફોર ફિટનેસ કાર્યક્રમનું આયોજન તા.1 જૂને કરવામાં આવ્યું છે. તદ્દન ની:શુલ્ક કાર્યક્રમમાં બાળકો સહિત પરિવારજનો તથા તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ ભાગ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી તા.1 જૂને કરવામાં આવે છે. પર્યાવરણ દિનની ઉજવણી અન્ય ધાર્મિક,રાષ્ટ્રીય તહેવારોની જેમ કરવાથી નાગરીકો પર્યાવરણનું મહત્વ તેમજ સભાનતા કેળવે, સમજે તે માટે આપ સૌ કોઈ આ કાર્યક્રમમાં વિનામૂલ્યે જોડાઈ શકે છે.

કમાટીબાગના સુંદર વાતાવરણમાં રવિવારે, 1, જૂન સવારે ફેમિલી/બાળકો, મિત્રો સાથે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી આ કાર્યક્રમમાં જોડાઈ શકશે સાથો સાથ આવનારી પેઢીમાં બાળકોને પર્યાવરણનું મહત્વ અને જવાબદારી પણ સમજાય તેઓ હેતુ માત્ર આ કાર્યક્રમનો છે. જેમાં તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ, એસોસિએશન, ક્લબ, ટ્રસ્ટ, ગણેશ મંડળો, સામાજિક ધાર્મિક સંસ્થાઑ પણ આ પર્યાવરણને બચાવવાના યજ્ઞમાં સામેલ થઈ શકે છે. આ પર્યાવરણના ઉત્સવમાં કોઈપણ જાતની નોંધણી કે અન્ય કોઈ ફી રાખવામાં આવી નથી. સ્વતંત્ર રીતે સૌ કોઇ ભાગ લઈ શકે છે. ગ્રીનેથોન 2025 એ વડોદરાને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બનાવવાનો એકમાત્ર પ્રયાસ છે. પર્યાવરણ સંવર્ધન અને સંરક્ષણ કરવાનો આ એક માત્ર સંકલ્પ હોવાનું કમાટી બાગ મોર્નિંગ વોકર્સ દ્વારા જણાવાયું છે.

Tags :