Get The App

ગાંધીનગર: વિધાનસભા ગેટ પર પ્રવેશ પ્રતિબંધથી ગરમાગરમી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા હતા

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગર: વિધાનસભા ગેટ પર પ્રવેશ પ્રતિબંધથી ગરમાગરમી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા હતા 1 - image


Gandhinagar News : ગુજરાત વિધાનસભામાં જનતાની રજૂઆત કરવા જતાં કાર્યકરો અને સામાજિક આગેવાનોની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આજે (16 ડિસેમ્બર) યુવા નેતા અને આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં પહેલા જ વિધાનસભાના ગેટ નંબર 4 પર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં ખેડૂતો અને બેરોજગારીના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચેલા વિધાનસભાના ગેટ પર રોકવામાં આવ્યા હતા અને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેમની સાથે રજૂઆત કરવા માટે એક ડેલિગેશન સાથે પહોંચ્યા હતા. 

સમગ્ર મામલે વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યા હતા કે, બુટલેગરો, જમીન માફીયાઓ એન્ટ્રી લઈને જઈ રહ્યા છે તો મને એન્ટ્રી કેમ નહીં. ગુજરાત વિધાનસભામાં વર્ષોથી સામાજિક કાર્યકર્તાઓ અને બ્લેકલિસ્ટ કરાયેલાને રોકીને એન્ટ્રી આપવામાં આવતી નથી. આ અગાઉ પણ કેટલાક કાર્યકરોને વિધાનસભામાં રજૂઆત કરતાં અને સચિવાલયમાં મુલાકાત પર રોક લગાવવા માટે થઈને સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયમ હેઠળ ચોક્કસ લોકોની યાદી તૈયાર કરી છે.'

આ પણ વાંચો: GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ

તેમણે વધુમાં જણાવ્યું કે, 'આ યાદી મુજબ તેમાં સામેલ લોકોના નામ અને મોબાઇલ નંબર મૂકવામાં આવ્યા છે. જેથી વિધાનસભાના ગેટ નંબર 1 કે વિધાનસભાના ગેટ નંબર 4 આગળથી કોઈ પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે તો તેના નામનો પાસ ઇસ્યુ થતો નથી અને તેથી જે તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવા છતાં અને ગુનેગાર ન હોવા છતાં વિધાનસભામાં પ્રવેશ કરી શકતો નથી.'