ઝઘડો કરતા આરોપીને સમજાવવા જતા માથામાં ઇંટ મારી દીધી

વડોદરા,મિત્ર સાથે ઝઘડો કરતા આરોપીને સમજાવવા જતા યુવક પર આરોપીએ ઇંટથી હુમલો કરતા માથામાં ઇજા પહોંચી હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દંતેશ્વર તિવારીની ચાલીમાં રહેતા જતીન મુકેશભાઇ વસાવાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું માણેજા ફેગ કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરૃં છું.ગત ૧૫ મી તારીખે રાતે ૧૧ વાગ્યે હું દંતેશ્વર જનપત નગર ખાતે ગયો હતો. તે સમયે જનતા ગેરેજમાં કામ કરતા યુવક અને કૃપાલ દેશમુખ મારા મિત્ર પિન્ટુ દરબાર સાથે ઝઘડો કરતા હતા. જેથી, મેં કૃપાલ દેશમુખને કહ્યું કે, તમે કેમ ઝઘડો કરો છો ? કૃપાલ દેશમુખે ઉશ્કેરાઇને મારી સાથે ઝઘડો કરી નજીક પડેલી ઇંટ ઉપાડીને મને કપાળના ભાગે મારી દેતા હું લોહીલુહાણ થઇ જતા મને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. મને માથામાં આઠ ટાંકા આવ્યા હતા. તેમજ કાન પર ઇજા પહોંચી હતી.








