Get The App

અમરેલીમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા, તપાસમાં પ્રેમ પ્રકરણ હોવાની આશંકા

Updated: Nov 6th, 2024

GS TEAM

Google News
Google News
Amreli

Bagasara Incident, Amreli :  અમરેલી જિલ્લાના બગસરામાં જાહેરમાં છરીના ઘા ઝીંકીને યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

છરીના ઘા મારતા યુવકનું મોત

મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના બગસરામાં શાપર જવાના માર્ગ પર સુડાવડ ગામના જયદીપ વાળા નામના યુવકને કોઈ કારણોસર એક શખસે જાહેરમાં છરીના ઘા માર્યા હતા. છરીના ઘા વાગતા યુવકને ગંભીર ઈજાઓ થઈ અને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. 

આ પણ વાંચો : VIDEO: સુરતમાં મોટી દુર્ઘટના : જીમ અને સ્પામાં વિકરાળ આગ લાગતા બે મહિલાના મોત

પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા

સમગ્ર ઘટનાની પોલીસે નોંધ લઈને મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસને પ્રેમ પ્રકરણમાં આ યુવકની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.