Get The App

ભરૂચના આછોદ ગામ પાસે ટેન્કરની અડફેટે બાઈક સવાર બે મિત્રો પૈકી એકનું મોત : ટેન્કર ચાલકની અટકાયત

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
ભરૂચના આછોદ ગામ પાસે ટેન્કરની અડફેટે બાઈક સવાર બે મિત્રો પૈકી એકનું મોત : ટેન્કર ચાલકની અટકાયત 1 - image

Bharuch Accident : ઘરે મહેમાન આવ્યા હોવાથી જમવાનું લેવા નીકળેલ બાઈક સવાર બે મિત્રોને ભરૂચના આછોદ ગામ પાસે ટેન્કરે અડફેટે લેતા એકનું ઘટના સ્થળ પર જ મોત નીપજતા ફરિયાદના આધારે કામોદ પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી હતી.

 ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે રહેતો 19 વર્ષ થયા યહયા યાકુબ મુસા પટેલના મિત્ર સાલીમ સફીકના ઘરે મહેમાન આવ્યા હોવાથી ગઈકાલે રાત્રે બાઈક લઇ આમોદ જમવાનું લેવા નીકળ્યા હતા. ત્યાંથી પરત ફરતા સમયે આછોદ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે એક ટેન્કરે અચાનક વળાંક લેતા બાઈક સવાર બંને મિત્રોને અડફેટે લીધા હતા. જેમાં બાઈક ચાલક યહયાનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર સાલીમને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે આમોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે ટેન્કર ચાલક તારકનાથ દૂધનાથ ચતુર્વેદી (રહે-વલસાડ/મૂળ રહે-ઉત્તર પ્રદેશ)ની એમવી એક્ટ તથા બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.