Gujarat

પિતરાઇ ભાઇએ કારમાં સ્ટંટ કરતી રીલ પોસ્ટ કરી અને ફસાયો

By GS TEAM
9 Jul 20251 min read
પિતરાઇ ભાઇએ કારમાં સ્ટંટ કરતી રીલ પોસ્ટ કરી અને ફસાયો

વડોદરા,કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં સામેલ આરોપી રક્ષિત ચોરસિયાના  પિતરાઇ ભાઇએ પણ ચાલુ કારે સ્ટંટ કરતો હોવાની રીલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. મકરપુરા પોલીસે  તેની કાર ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇન્સ્ટાગ્રામ પર કૈરવ ચોરસિયા નામના યુવકે એક રીલ પોસ્ટ કરી હતી. જેમાં ચાલુ કારમાં તે બહાર ઉભો રહી સ્ટંટ કરતો હતો. કારના ગ્લાસ પર બ્લેક ફિલ્મ ચોંટાડી હતી. તેમજ નંબર પ્લેટ પણ નહતી. મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.એસ.  પટેલના ધ્યાને આ રીલ આવતા તેમણે કૈરવ ચોરસિયાની કાર ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ  ધરી હતી. આ કાર કૈરવની માતાના નામે રજિસ્ટર થયેલી છે. કૈરવ એમ.એસ.યુ.માં  કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે અને તેના  પિતા દુબઇ છે.  પોલીસની તપાસમાં એવી  પણ વિગતો પ્રકાશમાં આવી છે કે,  કૈરવ ચોરસિયા રક્ષિત  ચોરસિયાનો પિતરાઇ ભાઇ છે.  ઉલ્લેખનીય છે કે, રક્ષિતે હોળીની રાતે કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા નજીક નશામાં અકસ્માત કર્યો હતો.