Gujarat
લોકઅપના સળિયા સાથે માથું અફાળી પોલીસ પર આક્ષેપ
By GS TEAM
21 Aug 20251 min read

વડોદરા,લોકઅપના સળિયા સાથે માથું અફાળી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલા બે યુવકોએ પોલીસે માર માર્યાના આક્ષેપ કર્યા છે.
આજવા રોડ સ યાજી પાર્કમાં રહેતા બે યુવકો તાહિર ગફરભાઇ ચૌહાણ તથા ઇકરામા ઇમરાનભાઇ દૂધવાલા બાપોદ પી.આઇ.એ માર માર્યો હોવાની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, પી.આઇ.એ. ડંડા, પટ્ટા અને લાકડી વડે માર માર્યો હતો. જોકે, પી.આઇ.ને પૂછતા તેમણે જણાવ્યું હતું. ઇજાગ્રસ્તો અંદરો અંદર ઝઘડો કરતા હોઇ તેઓને પોલીસ સ્ટેશન લઇ આવી અટકાયતી પગલા લીધા હતા. તેઓને લોકઅપમાં પૂરવામાં આવ્યા હતા. તેઓએ લોકઅપમાં રહેવું ના પડે તે માટે જાતે જ સળિયા પર માથું અફાળી ઇજા પહોંચાડી હતી. આક્ષેપો ખોટા હોવાનું પી.આઇ.એ જણાવ્યું છે.








