Get The App

રાજકોટમાં આપઘાત કરવા જનાર યુવક હેમખેમ મળી આવ્યો, સામેથી જ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો

શુભમ બગથરીયા નામનો યુવક હેમખેમ મળી આવ્યો

વીડિઓ બનાવીને તેના પપ્પાને મોકલ્યો હતો

Updated: Jun 30th, 2023

GS TEAM


Google News
Google News
રાજકોટમાં આપઘાત કરવા જનાર યુવક હેમખેમ મળી આવ્યો, સામેથી જ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો 1 - image


રાજકોટના આજીડેમમાં આપઘાત કરવા જનાર શુભમ બગથરીયા નામનો યુવક હેમખેમ મળી આવ્યો છે. આજે યુવક સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેણે વીડિયો બનાવીને પોતાના પિતાને મોકલ્યો હતો.

રાજકોટ શહેરના આપઘાત કરવા જનાર શુભમ બગથરીયા નામનો યુવક હેમખેમ મળી આવ્યો છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા બધા આશ્ચર્યચમાં મુકાઈ ગયા હતા. છેલ્લા 24 કલાકથી શુભમની શોધખોળ થઈ રહી હતી ત્યારે હવે તે પોતે જ સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. આ યુવકે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે ખુબ જ વાયરલ કર્યો હતો જેમા તેણે આપઘાત કરવાની વાત કરી હતી.  પોલીસે આ યુવકની જાણ થતા જ હોસ્પિચલ ખાતે દોડી ગઈ હતી.

શુભમે શું કહ્યું હતું વિડીયોમાં ? 

શુભમે આપઘાત પહેલા વીડિયોમાં કહ્યું કે મારી પાસે એટલા પાપ થઈ ગયા છે ને કે એ હું શબ્દોમાં કહી શકુ તેમ નથી, આજી નદી છે, હું તેમા કૂદું છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઇ વાંક નથી. મારા શેઠ બધા સારા હતા, એના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈના 20 હજાર અને 15 હજાર એના શેરના ઓનલાઈન તીનપત્તીમાં હું હારી ગયો, એટલે જાન નથી દેતો, કારણ છે કેટલાય, હું જિંદગીથી હવે થાકી ગયો છું, હવે હું સ્યુસાઇડ કરવા માંગુ છું આ નદીમાં. બહુ થઈ ગયું, પપ્પા-મમ્મી આઇ લવ યુ. હસતાં રહેજો, અને બની શકે તો, મને માફ કરી દેજો, અને મારા વગર જિંદગી જીવવાનો ટ્રાય કરજો પ્લીઝ..જિંદગી જીવજો. 

Tags :