Vadodara New Year Party : નવા વર્ષ 2026ની ઉજવણી પ્રસંગે શહેરનું યુવાધન બે વર્ગમાં જોવા મળ્યું હતું. જેમાં એક વર્ગ ડ્રીંક, ડિનર, ડાન્સમાં મગ્ન થયું હતું જ્યારે બીજો વર્ગના યુવાઓ પ્રભુ ભક્તિમાં લીન થઈને શહેરના પશ્ચિમ છેવાડે આવેલા ઇસ્કોન મંદિરમાં પ્રભુમય થઈને ગરબાના તાલે ઝૂમી ગયા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે નવા વર્ષ 2026ની ઉજવણીમાં વડોદરાવાસીઓ મગ્ન થઈ ગયા હતા. જેમાં યુવા વર્ગ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળ્યો હતો. જેમાં એક વર્ગ ડ્રીંક ડિનર, ડાન્સમાં મગ્ન થઈને નશામાં ઝૂમી રહ્યા હતા. પરિણામે કેટલાય યુવાઓ પોલીસ સકંજામાં સપડાઈને રાતભર પોલીસ લોકઅપ રૂમમાં પુરાઈ રહ્યા હતા. જેમાં આજના વેસ્ટર્ન કલ્ચરના આવારાપન નજરે ચડ્યા હતા. જ્યારે શહેરનો બીજો યુવા વર્ગ જેમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર ભારોભાર જોવા મળ્યા હતા. આવા યુવા યુવતીઓ શહેરના પશ્ચિમ છેવાડે આવેલા ઇસ્કોન મંદિર ખાતે રાત્રે એકત્ર થયા હતા અને વર્ષ 2026ના આગમનને અનોખી રીતે ઉજવ્યો હતો. આવા સંસ્કારી યુવા યુવતીઓએ મંદિરના પ્રાંગણમાં ભક્તિમાં લીન થઈને ગરબે ઘૂમીને પ્રભુ ભક્તિ કરીને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી હતી.


