Gujarat

અમરેલી: વડિયાના કુકાવાવમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત

By GS TEAM
27 Mar 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવ ગામમાં ગત રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કુકાવાવ ચોકી પાસે રાત્રિના સમયે ચાલવા નીકળેલા એક યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: વડિયાના કુકાવાવમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત

Hit And Run In Amreli: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવ ગામમાં ગત રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કુકાવાવ ચોકી પાસે રાત્રિના સમયે ચાલવા નીકળેલા એક યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

ચાલવા નીકળેલા યુવકને કાળ આંબી ગયો

મળતી માહિતી અનુસાર, કુકાવાવમાં રહેતા 36 વર્ષીય આણંદભાઈ ભાલીયા ગત રાત્રિના સમયે કુકાવાવ ચોકી વિસ્તારમાં પગપાળા ચાલવા નીકળ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને આણંદભાઈને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક માનવતા નેવે મૂકી પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત યુવકને કુકાવાવ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ આણંદભાઈને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા વાહન અને ચાલકને ઝડપી પાડવા માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ શરૂ કરી છે. 36 વર્ષની વયે યુવકનું અકાળે અવસાન થતાં ભાલીયા પરિવાર અને સમગ્ર કુકાવાવ ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.