અમદાવાદના નારણપુરામાં મહિલા કારચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત
Car-Bike Accident in Naranpura: અમદાવાદ સહિત રાજ્યભરમાં હિટ એન્ડ રનના બનાવોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે મંગળવારે મોડી રાત્રે અમદાવાદના નારણપુર વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચાર રસ્તા પાસે મહિલા કારચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતાં બાઇક પર સવાર બે યુવકો પૈકી એકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયો છે. મહિલા અકસ્માત સર્જાયા બાદ મહિલાભાગી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નારણપુરા પોસ્ટ ઓફિસ નજીક ચાર રસ્તા પર મંગળવારે મોડી રાત્રે એક મહિલા કારચાલકે પૂરપાટ ઝડપે ક્રેટા કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલક મહિલાએ સામે તરફથી બાઇક લઇને આવેલા બે યુવકોને ટક્કર મારતાં બે પૈકી એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે કાર ઓવરસ્પીડ હોવાથી બાઇક ગાડીની અંદર ઘૂસી ગઇ હતી.