Get The App

જાગફળીમાં ઘરની અગાસીનો સ્લેબ તૂટી યુવક પર પડતા મોત

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
જાગફળીમાં ઘરની અગાસીનો સ્લેબ તૂટી યુવક પર પડતા મોત 1 - image


વિરમગામમાં કમોસમી વરસાદ બાદ

૪૫ વર્ષીય પરિણીત પુરષને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું

વિરમગામ - વિરમગામ શહેરના કમોસમી વરસાદ જાગફળી વિસ્તારમાં આવેલ રહેણાક મકાનની આરસીસી અગાસીનો સ્લેબ તૂટી પરિણીત પુરૃષ પર પડયો હતો. આરસીસીનો સ્લેબ તૂટીને પડતા ગંભીર ઈજાથી સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

વિરમગામમાં છેલ્લા ત્રણ દિવસથી ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગત રાત્રિના પવન અને વીજળીના કડાકાને ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. શહેરના જાગફળી વિસ્તારમાં રહેણાંક મકાનનો આરસીસી અગાસી સ્લેબ તૂટી બહાર ઊભેલ ૪૫ વર્ષીય પરિણીત પુરુષ રોહિત ઠાકોર ઉપર પડતા ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરૃણ મોત નિપજ્યું હતું. મૃતકની લાશને પીએમ અર્થે વિરમગામ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા


Tags :