Gujarat
અંકોડિયા ગામની કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત
By GS TEAM
7 Jun 20261 min read

વડોદરા,મિત્રો સાથે નાહવા ગયેલો ૨૬ વર્ષનો યુવક અંકોડિયા ગામની કેનાલમાં ડૂબી જતા તેનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ, દાંડિયાબજાર ઓમ ચેમ્બર્સમાં રહેતો ૨૧ વર્ષનો શ્રવણ અનિલભાઇ કેસારકર તેના અન્ય ત્રણ મિત્રો આજે અંકોડિયા ગામની કેનાલમાં નાહવા ગયા હતા. આજે બપોરે બે વાગ્યે અંકોડિયા ગામની સીમમાંથી પસાર થતી કેનાલના પાણીમાં તેઓ નાહતા હતા. તે દરમિયાન શ્રવણ ડૂબી જતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોેએ સ્થળ પર જઇ મૃતદેહ બહાર કાઢ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









