વલ્લભીપુર-ઉમરાળા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત

- મૃતકના ભાઈએ કારચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
- યુવાન બાઈક લઈને ઉમરાળા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : વલ્લભીપુર ઉમરાળા હાઈવે પર આવેલા રામપરા નજીક બાઇક અને કાર અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું
વલભીપુરના પાટીવાડા વિસ્તારમાં રહેતા સુનિલભાઈ રાજુભાઈ દોદડિયા અને બીપીનભાઈ મોહનભાઈ ડાભી મોટરસાયકલ લઈને કામ અર્થે ઉમરાળા જઈ રહ્યા હતા તે દરમિયાન વલ્લભીપુર ઉમરાળા હાઈવે રોડ પર આવેલા રામપરા ગામ નજીક કાર નંબર જીજે ૦૫ જેકે ૧૬૮૫ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બંને ઇજા થતા સુનિલ ભાઈનું સ્થળ પર મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ કાર ચાલક વિરૂધ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

