મીંગલપુર ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત

- 8 મિત્રો બાઈક લઈને સુરતથી નીકળ્યા હતા
- મિત્રો સાળંગપુર દર્શન કરી મેલડી માતાના દર્શને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
બરવાળા તાલુકાના નાવડા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા પાર્થભાઈ લાભુભાઈ કાસોદીયા અને મિત્રો જીતભાઇ બાબુલાલ દેવરા તથા વૈભવભાઇ મનોજભાઇ કાનોલકર તથા ઉમકભાઇ લાલજીભાઇ સુમરા તથા અભિષેકભાઇ જનકભાઇ અંકલેશ્વરીયા તથા સાજનભાઈ ઘનશ્યામભાઈ ગજ્જર તથા સુનિતભાઇ પ્રહલાદભાઈ ચૌધરી તથા આદિત્યભાઇ દેવેંદ્રભાઇ પરિહાર તમામ મોટરસાયકલ લઈને સુરતથી સાળંગપુર ખાતે આવ્યા હતા અને આદિત્યભાઇ પાસે તેમનું મોટરસાયકલ નંબર જીજે-૦૫-ટીઅલ-૦૨૭૦ વાળુ હતુ અને તમામ મિત્રો સાળંગપુર દર્શન કરી મુંગલપુર મેલડીમાના મંદિરે દર્શન કરવા જતા હતા અને મીગલપુર મંદિર પાસે વળાંકમાં પહોચતા આદિત્યભાઈનું મોટરસાયકલ સ્લિપ થઇ જતા મોટરસાયકલ ઉપરથી નીચે પડી ગયા હતા અને આદિત્યભાઇને ગંભીર ઇજા થતા બેભાન હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે બરવાળા સરકારી દવાખાને લાવ્યા હતા. જ્યા ફરજ પરના ડોક્ટતે આદિત્યભાઇને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે પાર્થભાઈએ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.









