ગણેશગઢ નજીક બાઇક સ્લીપ થઈ જતા યુવાનનું મોત

- હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાને દમ તોડયો
- બે મિત્ર બાઈક લઈને જસવતપુરા દર્શન કરવા માટે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
બોરતળાવ વિસ્તારમાં આવેલ પોર્ટ કોલોની મફતનગર ખાતે રહેતા તુષારભાઈ રમેશભાઈ સોલંકી પોતાના ઘરેથી તેના મિત્ર દર્શનભાઈ રાકેશભાઈ પરમાર સાથે મોટરસાયક નંબર જીજે ૦૪ ઈએસ ૩૧૫૪ લઈને જસવંતપુરા ગામે આવેલ સોનરાઈ માતાજીના મઢે દર્શન કરવા માટે જતા હતા.તે દરમિયાન ભાવનગર અમદાવાદ હાઈવે પર આવેલ ગણેશગઢ ગામ નજીક અચાનક મોટરસાયકલ સ્લીપ થઈ જતા બન્ને મિત્રો રોડ પર પટકાયા હતા અને લોખંડની રેલીંગ સાથે અથડાતા મોટરસાયકલ પાછળ બેઠેલા તુષારભાઈને ગંભીર ઇજા થતા નેશનલ હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સમાં ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના કાકા મસુખભાઈએ દર્શન વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








