આખલા સાથે બાઈક અથડાતા યુવાનનું મોત, સંબંધી ઘાયલ
ખંભાળિયા-જામનગર હાઈ-વે પરનો બનાવ
ખાનગી કંપનીમાં કામ કરીને ભાતેલ ગામના બન્ને કૌટુંબિક ભાઈઓ બાઈક પર પરત ઘરે આવતા હતા ત્યારે અકસ્માત નડયો
જામખંભાળિયા : ખંભાળિયા - જામનગર માર્ગ પર ગઈકાલે સાંજના સમયે એક મોટરસાયકલ આડે આખલો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જયારે સંબંધી યુવકને ઈજા થઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે
રહેતો જીતેન્દ્રસિંહ સજુભા જાડેજા નામનો ૨૧ વર્ષનો યુવાન ગઈકાલે સાંજના સમયે મોટરસાયકલ પર
કૌટુંબિક ભાઈ જયવીરસિંહ જુવાનસિંહ જાડેજા સાથે રિલાયન્સ કંપનીમાં કામ પરથી
છૂટીને ઘરે જવા નીકળ્યા હતા. દેવળિયા ગામના પાટીયા પાસે પહોંચતા
મોટરસાયકલ આડે એકાએક આખલો ઉતાર્યો હતો. જેના કારણે મોટર સાયકલ આખલા સાથે ધડાકાભેર ટકરાયું હતું. આ
અકસ્માતમાં બાઇકચાલક જીતેન્દ્રસિંહ
જાડેજાને જીવલેણ ઇજાઓ થતાં મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે જયવીરસિંહને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર
આપવામાં આવી હતી. આ બનાવ અંગે
ખંભાળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.