Gujarat

બોટાદ રોડ પર બાઇક અને કેરી ગાડી અથડાતા યુવાનું મોત

By GS TEAM
15 Nov 20251 min read
બોટાદ રોડ પર બાઇક અને કેરી ગાડી અથડાતા યુવાનું મોત

- પુત્રને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડાયો

- પિતા - પુત્ર બાઈક લઈને બોટાદથી સમઢિયાળા આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : બોટાદ રોડ પર બાઇક અને કેરી ગાડી અથડાતા બાઈક પર જઈ રહેલા પિતા પુત્રને ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પિતાનું મોત નિપજ્યું હતું.

બોટાદના સમઢિયાળા - ૧ ગામે રહેતા વિજયભાઈ પ્રેમજીભાઈ ચેખલિયા ના કુટુંબી ભાઈ મુન્નાભાઈ ગેમલભાઈ ચેખલિયા અને તેનો પુત્ર રાહુલ પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ પી ૭૪૫૧ લઈને બોટાદથી સમઢિયાળા નં. ૧ ઘરે ચીજ વસ્તુ લઈ આવતા હતા. ત્યારે બોટાદ રોડ આવેડી નજીક કેરી ગાડી નંબર જીને-૩૩-ટી-૨૦૯૯ ના ચાલકે સામેથી પુર ઝડપે અને બેફિકરાયથી માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી મુન્નભાઈના બાઈક સાથે અથડાવી દેતા મુન્નાભાઈ ગેમલભાઈ અને પુત્ર રાહુલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી દેતા ગંભીર હોટલ પિતા પુત્ર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં મુન્નાભાઈ ગેમલભાઈ ચેખલિયાનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના કુટુંબી ભાઈ વિજયભાઈએ ગાડી ચાલક વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.