Vadodara : વડોદરા મકરપુરા અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ડાઉન લાઇનની બાજુમાં ગઈ તા.28, જાન્યુ.એ રાત્રે 9 વાગ્યા પહેલા 50 વર્ષના આશરાના અજાણ્યા યુવકને શરીરે ગંભીર ઇજા થતા દુર્ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. મૃતકે કાળા રંગની અડધી બાયનું ટીશર્ટ, કમરના ભાગે કાળા કલરનું લોઅર પેન્ટ છે. મૃતકના વાલી વારસોએ વડોદરા રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.


