Get The App

સચાણા-કડી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
સચાણા-કડી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત 1 - image

- અકસ્માત સર્જી ચાલક ફરાર

- યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સાવાર મળે તે પહેલા જ દમ તોડયો

વિરમગામ : વિરમગામ સચાણા કડી રોડ ઉપર આવેલા યાર્ડની બહાર અજાણ્યા વાહને પ્રાંતિય યુવકને ટક્કર મારતા ઈજા પહોંચતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. અજાણ્યા વાહન ચાલક અકસ્માત સજી ફરાર થઈ ગયો હતો.

સચાણા કડી રોડ ઉપર આવેલ યાર્ડની બહાર કોઈ અજાણ્યા વાહન ચાલકે જઈ રહેલા ગણપતસિંગ નિમસિંગ ભાટી રાજપુત (ઉ.વ.૪૦, મૂળ રહે. બાડીયા નંગા, જિ. બયાવર, રાજસ્થાન)ને ટક્કર મારતા શરીરના અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકની લાશને વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. આ બનાવની તપાસ વિરમગામ ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે.