ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત
પાદરા જંબુસર રોડ ઉપર ગવાસદ ગામની સીમમાં ટ્રેક્ટર ટ્રોલીમાં લોખંડનો મોટો પોલ ચડાવતા એક યુવાન ઉપર પૂરઝડપે આવતી કારે ટક્કર માંરતા તેનું કરુણ મોત નિપજયુ હતું જ્યારે પોલ ઉંછડીને એક અન્ય યુવાન ઉપર પડતાં તેને ઈજા થઈ હતી.
પાદરા તાલુકાના મુવાલ ગામની સીમમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના સાદીક સાલીમ સિદ્ધિકી તેમજ અન્ય માણસો ગઈકાલે બપોરે ગવાસદ ગામની સીમમાં ગેલ ઇન્ડિયા કંપનીની બહાર દિવાલ પર પડેલ એક લોખંડના પોલને ટ્રેક્ટરની ટ્રોલીમાં ચલાવતા હતા દરમ્યાન જંબુસર તરફથી એક કાર પૂરઝડપે આવી હતી અને ટ્રોલીની પાછળ ઉભેલ રાહુલ રફીક રાવને ટક્કર મારી તેના પર કાર ચડાવી દઈ ટ્રોલીને અથડાઈ હતી. આ સાથે ટ્રોલીમાં મુકેલ વજનદાર લોખંડનો પોલ ઉછળીને આરીફ ઇસ્લામ રાવના શરીર ઉપર પણ પડ્યો હતો.
આ અકસ્માતના પગલે સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી દરમ્યાન બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા રાહુલ રાવનું મોત નિપજ્યું હતું જ્યારે આરીફને સારવાર માટે ખસેડાયો છે.