માંડવધાર-કેરાળા રોડ પર ઓટો રિક્ષા અને બાઈક અથડાતાં યુવાનનું મોત
- એક ભાઈની સ્થિતિ ગંભીર
- બન્ને ભાઈઓ બાઈક પર રામપરાથી ગઢડા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ગઢડા : માંડવધાર કેરાળા રોડ પર ઓટો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર જઈ રહેલા બે ભાઈઓ પૈકી એક ભાઈનું મોત નિપજ્યું હતું.જ્યારે એક ભાઈને ગંભીર ઇજા થઈ હતી
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઢડાના રામપરા ગામે રહેતા જેન્તીભાઇ ગોવીનભાઈ શેખલિયા અને દીપકભાઈ ગોવિંદભાઈ શેખલિયા પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ એઆર ૨૦૪૬ લઈને રામપરાથી ગઢડા જતા હતા.તે દરમિયાન માંડવધાર કેરાળા રોડ પર સામેથી આવી રહેલ ઓટો રીક્ષા નંબર જીજે ૩૩ યુ ૭૭૨૪ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બંને ભાઈઓને ગંભીર ઇજા પહોંચી હતી.૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બન્ને ઈજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં જંતુભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ રમેશભાઈએ ઓટો રીક્ષા ચાલક વિરૂધ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.