જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં હોટલમાં ઉતરેલા પર પ્રાંતીય યુવાનનું બાથરૂમમાં નાહવા જતાં પડી જવાથી અપમૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : મૂળ પંજાબના વતની અને હાલ જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવીને એક હોટલમાં રહેતા પર પ્રાંતિય 34 વર્ષના યુવાનનું બાથરૂમમાં નહાવા જતાં એકાએક પડી ગયા પછી મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું છે.
મૂળ પંજાબના અમૃતસર ના વતની સૌરવ કુમાર દેવેન્દ્ર કુમાર (ઉ.વ.34) જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી ગ્રેસ હોટલના રૂમ નંબર 11 માં ઉતરેલા હતા, અને હોટલના બાથરૂમમાં પોતે નાહવા માટે ગયા હતા, જે દરમિયાન અકસ્માતે પડી ગયા હતા, અને બેશુદ્ધ બન્યા પછી તેઓનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે તેની સાથે જ હોટલમાં રહેતા હરજીંદરસિંગ જાગીરસિંઘ પંજાબી એ પોલીસને જાણ કરતા મેઘપરના પોલીસે બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.








