વડોદરા,વાઘોડિયા રોડ પર રોંગ સાઇડ બૂલેટ લઇને પૂરઝડપે જતા યુવકને બાપોદ પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાપોદ પોલીસનો સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો. રાત્રે સાડા નવ વાગ્યે વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે આવતા એક યુવક બૂલેટ લઇને વૃંદાવન ચાર રસ્તાથી બાપોદ તળાવ તરફ પૂરઝડપે રોંગ સાઇડ આવતો હતો. તેમજ બૂલેટમાં મોડિફાઇડ સાયલેન્સર ફિટ કરેલું હોઇ રાત્રિના સમયે અવાજ પણ મોટો આવતો હતો. પોલીસે તેને ઉભા રહેવાનો ઇશારો કરતા તે ભાગી ગયો હતો. પોલીસ સ્ટાફે તેને થોડે દૂરથી ઝડપી પાડયો હતો. બૂલેટ ચાલકને બાપોદ પોલીસ સ્ટેશન લઇ આવી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ માનવ કિરણભાઇ પરમાર, ઉં.વ.૨૧ (રહે. ક્રિષ્ણા બંગ્લોઝ, સોમા તળાવ, ડભોઇ રોડ) જણાવ્યું હતું. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી બૂલેટ કબજે કર્યું હતું.


