Gujarat

ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર બાઈક પર જોખમી સ્ટંટ કરનાર યુવક ઝડપાયો

By GS TEAM
26 Jun 20251 min read
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર બાઈક પર જોખમી સ્ટંટ કરનાર યુવક ઝડપાયો

સ્ટંટનો વીડિયો સોશિલ મીડિયામાં અપલોડ કર્યો હતો

યુવકે પોતાના તેમજ અન્ય લોકોના જીવને જોખમમાં મુકી પર સ્ટંટ કરતા કાર્યવાહી

સુરેન્દ્રનગર -   ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર બાઈક પર જોખમી સ્ટંટ કરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરી વિસ્તારમાં જાહેરમાં એક યુવકે રસ્તા પર બાઈક પર જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેમાં યુવક પોતાનો તેમજ અન્ય લોકોના જીવને જોખમ ઉભું થાય તેવી રીતે બાઈક ચલાવતો નજરે પડયો હતો. આ વીડિયોના આધારે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પોલીસે બાતમીના આધારે બાઈક પર જોખમી સ્ટંટ કરનાર યુવક ઈમ્તીયાજભાઈ હારૃનશા દિવાન (રહે.ધ્રાંગધ્રા)ને ઝડપી લીધો હતો. યુવકની પુછપરછ કરતા ધ્રાંગધ્રા-હળવદ રોડ પર બાઈક સાથે જોખમી સ્ટંટ કર્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઝડપાયેલ યુવક વિરૃધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાંગધ્રા