Get The App

પાલનપુરમાં ST સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
પાલનપુરમાં ST સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ 1 - image

Palanpur News : હિંમતનગરથી બસમાં બેઠેલા એક યુવકે પાલનપુર બસ સ્ટેન્ડ ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે 2 નવેમ્બરના રોજ બસમાં સવાર યુવકે પોતાનું ટી-શર્ટ કાઢીને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને એસટીના કર્મચારીએ જાણ કરતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને યુવકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. સમગ્ર ઘટનાને પગલે બસ સ્ટેશન ખાતે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

પાલનપુરમાં ST સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ 2 - image

મળતી માહિતી મુજબ, દાહોદ-પાલનપુર બસમાં હિંમતનગરથી બેઠેલા એક યુવકે પાલનપુર જૂના બસ સ્ટેન્ડ ખાતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે એસ.ટી.ના કર્મચારીએ જાણ કરતાં પાલનપુર પૂર્વ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને  યુવકને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

પાલનપુરમાં ST સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ 3 - image

આ પણ વાંચો: હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, કાર્યકર્તા ભાગ્યા, સ્થળ બદલવું પડ્યું

આપઘાતના પ્રયાસ મામલે પોલીસે યુવકની પૂછપરછ હાથ ધરી છે. જ્યારે બનાવ અંગે યુવકના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસના અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જણાય છે.