Get The App

નડિયાદમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર ખંજરથી હુમલો

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર ખંજરથી હુમલો 1 - image

- બે વ્યકિત સામે પોલીસ ફરિયાદ 

- યુવકને ખંજરના ઘા મારતા આંતરડા બહાર નિકળી જતા વડોદરા સારવાર માટે ખસેડાયો 

નડિયાદ : નડિયાદના મલારપુરા વિસ્તારના યુવકને સમાધાન કરવાના નામે બોલાવી બે શખ્સોએ ખંજરથી હુમલો કર્યો હતો. જેથી યુવકના પેટમાંથી આંતરડા બહાર નિકળી ગયા હતા. આમામલે પોલીસે બે શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 

શહેરમાં તા. ૧૬ જાન્યુઆરીના રોજ રાત્રે ૧૧ વાગ્યાની આરસમાં ધુ્રવ રજનીકાંત રાવળ રોડ પર ઉભો રીહને બુમો પાડતો હતો અને બાજુમાંથી જયેશ વાસુદેવ તળવદાએ અહીંયા કેમ બૂમો પાડે છે તેમ કહીને ધુ્રવને લાફા ઝીંકી દીધા હતા. આ બાબતે ધુ્રવ જયેશના કાકા ગોપાલ ઉર્ફે નાનકા તળપદાને ફોન કરીને ફરિયાદ કરી હતી. રાત્રિના એક વાગ્યાના આરસમાં ગોપાલ ઉર્ફે નાનકાએ ધુ્રવને ફોન કરીને જયેશ સાથે સમાધાન કરવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. ધુ્રવ ગોપલાના ઘરે જતા તેને પકડી રાખ્યો હતો દરમિયાન જયેશ તળપદા હાથમાં ખંજર લઇને દોડી આવ્યો હતો અને જયેશે ધુ્રવને ખંજરના ઘા ઝીંક્યા હતા. બાદમાં આરોપી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ધુ્રવ ચાલતો ચાલતો પોતાના ઘરે જઇને પરિવારને જાણ કરી હતી અને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ ઇજા ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ધુ્રવનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. 

આ મામલે નડિયાદ ટાઇન પોલીસે જયેશ વાસુદેવ તળપદા અને ગોપાલ ઉર્ફે નાનકો તળપદા સામે ફરિયાદ દાખલ કરી છે.