Gujarat

તું અહીંનો દાદા થઇ ગયો છે ? વડોદરામાં મોડી રાત્રે યુવક પર ડંડાથી હુમલો

By GS TEAM
12 May 20261 min read
TukuTouch Logo
મોડીરાત્રે થયેલી મારામારીમાં છ ને ઇજા : બંને પક્ષની સામસામે ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

તું અહીંનો દાદા થઇ ગયો છે ? વડોદરામાં મોડી રાત્રે યુવક પર ડંડાથી હુમલો

Vadodara Crime : વડોદરાના કલાલી વિસ્તારમાં મોડીરાત્રે નજીવી બાબતે ઝઘડો થતા ધિંગાણુ થયું હતું. જેમાં છ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.

કલાલી ખિસકોલી સર્કલ બાપુનગરમાં રહેતા દેવ રણજીતભાઇ સોલંકી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે 12 વાગ્યે હું અમારી સોસાયટીની સામે ટી સ્ટોલ પર ચા પીવા માટે ગયો હતો. ત્યાં રોહિત નટવરભાઇ માળી (રહે. શ્રીજી નગર, કલાલી) તથા રાજેશ માળી (રહે.ગોકુળનગર, કલાલી) બેઠા હતા. રોહિતે મને કોલ કરીને બોલાવતા હું ત્યા ગયો હતો. તું અહીંનો દાદા થઇ ગયો છે, તેવું કહીને રોહિતે મારી સાથે ઝઘડો કર્યો હતો. રોહિતના મિત્ર રાજેશે મને લાફા ઝીંકી દીધા હતા. તે દરમિયાન રોહિતના અન્ય મિત્રો કાર્તિક, યુવરાજ તથા અજય દોડી આવ્યા હતા. તમામે ભેગા થઇને લાકડી વડે મારા પર હુમલો કર્યો હતો. તેમાં મને, મારા પિતા તથા માતાને ઇજા પહોંચી હતી. જ્યારે સામા પક્ષે રોહિત માળીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ઝઘડો થતા આરોપીઓ દેવા સોલંકી, નિકુંજ સોલંકીએ મારા પર હુમલો કર્યો હતો. તેઓએ કરેલા હુમલામાં મને અને મારા પિતાને તથા મારા મિત્રને માર મારતા ઇજા થઇ હતી.