Gujarat
જામનગરમાં મકાનના ભાગના પ્રશ્ને યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
By GS TEAM
8 Apr 20261 min read
જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં મકાનના ભાગ મુદ્દે થયેલી બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં મકાનના ભાગ મુદ્દે થયેલી બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં મકાનના ભાગ મુદ્દે થયેલી બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે.
સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજીતભાઈ કુરેશીની ફરિયાદના આધારે હનીફ કુરેશી, સલીમ કુરેશી અને રાભિયા કુરેશી સામે ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ આરોપીઓએ જૂની બોલાચાલીનો ખાર રાખી ફરીયાદી પર હુમલો કરી માથા અને પગમાં ઇજા પહોંચાડી હતી, તેમજ ગાળો આપી માર માર્યો હતો. સાથે જ જાહેરનામાનો ભંગ કર્યાનો પણ આરોપ છે.
આ બનાવ અંગે પોલીસે બી.એન.એસ. કલમ 115(2), 296, 54 તથા જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.