જામનગરમાં યુવાન પર ઘોડો ચલાવવા બાબતેની તકરારમાં હુમલો : માથામાં છ ટાંકા આવ્યા, બે સામે ફરિયાદ
Jamnagar Crime : જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા તોફીક બોદુભાઈ ખફી નામના 24 વર્ષના યુવાનને ઘોડો ચલાવવા બાબતે સુમરાચાલીમાં રહેતા રોમાન અલ્તાફભાઈ ખફી, તેમજ સદામ બસીરભાઈ ખફી સાથે બોલાચાલી થઈ હતી, જેનું મન દુઃખ રાખીને બંને આરોપીઓ ઉસ્કેરાઈ ગયા હતા, અને મુઠ તેમજ ચાવી વડે હુમલો કરી દીધો હતો, જેમાં ટોફીકનું માથું ફાટી ગયું હતું, અને માથામાં છ ટાંકા લેવા પડ્યા છે.
આ બનાવ અંગે બંને હુમલાખોરો રોમન ખફી અને સદામ ખફી સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.